Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

ગાંધીનગર પાસે દારૂ ભરેલ ટ્રક સહિત 78.80 લાખના મુદ્દામાલ સાથે એકની અટકાયત

અમદાવાદ:ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે ગઈ કાલે મોડી સાંજે રિંગ રોડ પર હાથીજણ સર્કલ નજીકથી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. ૧રપ૧ દારૂની પેટીઓ, રોકડ રૂ.૪ર,૦૦૦, મોબાઈલ અને તર્ક મળી કુલ રૂ. ૭૪.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

દરમ્યાનમાં જીજે-ર૬ પાસિંગની એક ટ્રક આવતા પોલીસે તેને રોકી હતી. પોલીસે ટ્રકમાં તપાસ કરતાં વિશાળ પ્રમાણમાં દારૂની પેટીઓ મળી આવી હતી. આખી ટ્રકમાં દારૂ ભરી અને તાડપત્રી બાંધી દેવામાં આવી હતી. રૂ.૬૪.ર૭ લાખની ૧રપ૧ જેટલી દારૂની પેટીઓ હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે આ મામલે મૂળ પંજાબના દિલરાજ મહેરા (શીખ) આરોપીની ધરપકડ કરી છે. જ્યારે રાજુ, ધિરેન અને અન્ય બે શખસને વોન્ટેડ જાહેર કરવામાં અાવ્યા છે. અા દારૂનો જથ્થો કોને અાપવાનો હતો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે ચૂંટણીના પ્રથમ તબક્કા પહેલા ખોરજ પાસેથી કન્ટેનર ડેપોમાં અડાલજ પોલીસે દરોડો પાડી કરોડો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો હતો તેમજ દંતાલી ગામ પાસે અાવેલા એક ગોડાઉનમાંથી પણ સાંતેજ પોલીસે લાખોનો દારૂ ઝડપી પાડ્યો હતો.

(5:06 pm IST)