Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

મોદી રોજના ૪ લાખ રૂપિયાના વિદેશી મશરૂમ ખાય છે એટલે લાલ ટમેટા જેવા દેખાય છે : અલ્પેશ

અમદાવાદ : કોંગ્રેસમાં સામેલ થયેલ ઓબીસી એકતા મંચના નેતા અલ્પેશ ઠાકોરે પીએમ મોદીને આડે હાથ લીધા : તેમણે કહ્યું છે કે મોદીનો રંગ પહેલા તેમના જેવો ગાઢ હતો પણ હવે  તેમના ગાલ લાલ છેઃ મોદી રોજના ૪ લાખ રૂપીયાના વિદેશી મશરૂમ ખાય છે તેથી તેમના ગાલ લાલ દેખાય છેઃ તેમની ૩પ વર્ષ પહેલાની તસ્વીર લ્યો તેઓ મારી જેમ કાળા હતા હવે જુઓ કેવા થઇ ગયાઃ એવું તે શું ખાય છે કે તેઓ ટમેટા જેવા રાતા થઇ રહયા છે પછી ખબર મળી કે તેઓ મશરૂમ ખાય છેઃ આ મશરૂમ તાઇવાનથી આવે છે ૧ મશરૂમની કિંમત ૮૦,૦૦૦ રૂપીયા છે અને મોદી રોજના ૪ લાખના મશરૂમ ખાય છેઃ ૧ મહિનાનો ખર્ચ જ ૧ કરોડ ર૦ લાખ થાય છે.

(4:07 pm IST)