Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

કોંગ્રેસ નરેન્દ્રભાઇ માટે અયોગ્ય શબ્દ પ્રયોગ કરીને પોત પ્રકાશ્યુ : આણંદમાં જાહેરસભા સંબોધતા વિજયભાઇ રૂપાણી

ગાંધીનગર : આણંદ ખાતે જાહેર સભા સંબોધી હતી. કોંગ્રેસે માનનીય નરેન્દ્રભાઈ મોદી માટે નીચ કક્ષાના શબ્દપ્રયોગ કરીને પોતાનું શ્નશ્નપોત પ્રકાશ્યું છે. ચાર-ચાર પેઢીથી વંશવાદ પર ચાલતી પાર્ટીને પરિવાર સિવાયનો કોઈ સામાન્ય માણસ વડાપ્રધાન થાય ત્યારે તેમના પેટમાં તેલ રેડાય છે. કોંગ્રેસ ગમે તેવા શબ્દો વાપરીને તે પોતાના સંસ્કારો દેખાડી રહી છે. કોંગ્રેસવાળા અહેમદભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવવા માટે જે કાવતરાં કરી રહ્યાં છે તે પણ હવે સામે આવી રહ્યું છે. આ ચૂંટણીમાં એક તરફ વિકાસ છે એક તરફ વિનાશ છે.

ચલો જલાયે દીપ વહાઁ જહાઁ અભી ભી અંધેરા હૈ આ મંત્રને લઈને ભાજપા કામ કરી રહી છે. યુવાઓ, બહેનો, ખેડૂતો, દરેકના વિકાસ માટે કાર્ય થઈ રહ્યાં છે. દુનિયાની સારામાં સારી વસ્તુ ગુજરાતમાં આવે એવા સંજોગો બની રહ્યા છે. અત્યારે કેન્દ્રમાં પણ ગુજરાતના હિતવાળી સરકાર છે. શ્નશ્નમોસાળે માઁ પીરસનાર છે આવનારા પાંચ વર્ષ વિકાસ સોળે કળાએ ખીલે એવું ગુજરાત બનાવવા માંગીએ છીએ. આણંદ જિલ્લાની બધી સીટો જનતા જીતાડે-પાંચ વર્ષની જનતાની સેવા કરવાની જવાબદારી અમારી. શ્નશ્નસૌનો સાથ સૌનો વિકાસ આ મંત્રને લઈને જનતાની અપેક્ષાઓ પૂર્ણ કરીશું. આણંદની ધરતી ઉપર કમળના નારા સાથે આગળ વધો, વિજય નિશ્યિત છે.

(12:52 pm IST)