Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

ભાજપ સરકાર બને તેવી ઇચ્છા વ્યકત કરતા મહેસાણાના પ્રતિક પટેલ

અનામત આંદોલનમાં ઇજાગ્રસ્ત યુવકના નિવેદનથી પાટીદાર અનામત આંદોલનકારીઓને મોટો ઝટકો

રાજકોટ, તા., ૧રઃ પાટીદાર અનામત આંદોલનકારીઓને મોટો ઝટકો લાગ્યો છે અને ઇજાગ્રસ્ત મહેસાણાના પ્રતિક પટેલે નિવેદન આપીને ભાજપ સરકાર બને તેવી ઇચ્છા વ્યકત કરતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહીતી મુજબ ચુંટણીના માહોલ વચ્ચે પાટીદાર અનામત આંદોલન દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા મહેસાણાના પ્રતિક પટેલે પાટીદાર અનામત આંદોલન સમીતીના હોદેદારોને મોટો ઝટકો આપતા જણાવ્યું છે કે ગુજરાતમાં ભાજપ સરકાર બને તેવી મારી ઇચ્છા છે.

પ્રતિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે ભાજપે મને મદદ કરી છે. કોંગ્રેસના હોદેદારો હજુ સુધી મારી મદદે આવ્યા નથી. એટલે ભાજપ સરકારનો આભાર વ્યકત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે મહેસાણામાં પાટીદાર આંદોલન દરમિયાન થયેલા ગોળીબારમાં પ્રતિક પટેલને ગંભીર ઇજા પહોંચી હતી.

ઇજાગ્રસ્ત પ્રતીક પટેલને મદદરૂપ થવા માટે પાટીદારોની સંસ્થાઓના અગ્રણીઓ પૈકી વિશ્વ ઉમીયા ફાઉન્ડેશનના આરપી પટેલ સિદસર ઉમીયા માતાજી મંદિરના ટ્રસ્ટી જયરામ બાપા વિશ્વ ઉમીયા ફાઉન્ડેશનના દિપક પટેલ સરદાર કલ્પરથના હરેશ પટેલે રૂપીયા ૧૦ લાખની સહાયનો ચેક અર્પણ કર્યો હતો અને તેમની ખબર અંતર પુછી હતી.

(12:28 pm IST)