Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

સોશ્યલ મીડીયામાં ચર્ચાઃ પાટીદાર ફેકટર ચાલ્યુ તો ???

રાજકોટ તા.૧ર : વિધાનસભા ચૂંટણી માટે શનીવારે મતદાન થયા બાદ હવે  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના પ૪ બેઠકો ઉપર પરિણામ શું આવશે ? તેના ઉપર સૌ કોઇની નજર છે. અને પાટીદાર અનામત આંદોલન અને હાર્ર્દિક પટેલની જાહેર સભાઓની આ પરિણામો  ઉપર અસર થશે કે નહી ? તે પ્રશ્ન છે.

સોશ્યલ મીડીયામાં એક ચર્ચાતી વાત મુજબની હાર્દિક પટેલ અને પાટીદર તથા ખેડુત ફેકટર ચાલ્યુ હશે તો  સૌરાષ્ટ્રની બેઠકો ઉપર કોંગ્રેસ માટે વિજયના ઉજળા સંકેતો હોવાનું ચર્ચાય છે.

આ બેઠકોમાં રાજકોટ -૬૮, રાજકોટ -૭૧, ગોંડલ , જેતપુર, ધોરાજી, જામનગર, ગ્રામ્ય, જામનગર દક્ષિણ, કાલાવડ, જામજોધપુર, ટંકારા, મોરબી, માણાવદર, વિસાવદર, તાલાલા, અમરેલી, લાઠી, સાવરકુંડલા, ધારી, ગાારીયાધાર બેઠકોના પાટીદારો નિર્ણાયક છે.

જયારે પાટીદારોના મતો નિર્ણાયક ન હોય તેવી ૧૧ જેટલી બેઠકોમાં વિજય માટે કોંગ્રેસને તક છે આ બેઠકોમાં જસદણ, વાંકાનેર, ખંભાળીયા, કોડીનાર, ઉના, પાલીતાણા, અબડાસા, માંડવી(કચ્છ), લીંબડી, ધ્રાંગધ્રા, પોરબંદરનો સમાવેશ થાય છે. તેમ મીડીયામાં ચર્ચાય છે.

જુનાગઢ જીલ્લામાં કેશોદ બેઠક પાટીદાર પ્રભુત્વવાળી છે ત્યાં પણ કસોકસનો જંગ છેે જયારે સોમનાથ અને માંગરોળ બન્ને બેઠકો ઉપર ભારે અનિશ્ચીતતા પ્રવર્તે છે. એવી જ સ્થિતી દ્વારકા અને ચોટીલા બઠકોની હોવાનંુ ચર્ચાઇ રહ્યુ છે જયારે બોટાદ બેઠક પણ ભાજપ માટે જોખમરૂપ હોવાનું સોશ્યલ મીડીયામાં ચર્ચાય છે.

(11:43 am IST)