Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

ગુજરાતઃ અહીં મોદીના નામે રૂ. ૫ની ચિપ્સ પણ વેચાય છે!

અમદાવાદ તા. ૧૨ : ભારતના રાજકારણમાં નરેન્દ્ર મોદી એક બ્રાન્ડ બની ગયા છે. અને માર્કેટનો એક નિયમ છે કે જે વેચાય છે તેને વેચતા રહો. અને વડાપ્રધાન મોદીના બ્રાન્ડ હોવાનો ઉપયોગ ગુજરાતમાં થઈ રહ્યો છે. અમદાવાદથી છોટા ઉદેપુર જતી વખતે રસ્તામાં એક ગામ પાસે બાળકોનું એક ગ્રુપ મળે છે. બાળકોને મારા હાથમાં રહેલું ચિપ્સનું પેકેટ ઓફર કર્યું તો તેમણે લેવાની ના પાડી દીધી. ગાડી ડ્રાઈવરે સમજાવ્યું કે બાળકો કહેવા માંગે છે કે તેમને આ ચિપ્સ નહીં, બીજી પસંદ છે.

બાળકો મને એક ઘરમાં ચાલી રહેલી નાનકડી દુકાનમાં લઈ જાય છે. ત્યાંથી આ બાળકો જે વેફરનું પેકેટ ખરીદશે તેના પર લખેલું હતું- મોદી કા ખજાના. પેકેટની પાછળ લખેલુ હતું- મોદી કા જાદુ. પેકેટ પર મોદીના અલગ-અલગ સ્કેચ બનેલા હતા. આ પેકેટની કિંમત પાંચ રુપિયા છે.

આ ચિપ્સ વિષે દુકાનદાર કહે છે કે, આ લોકલ પ્રોડકટ છે. મોદીજીના નામ પર છે. પેકેટની અંદરથી કોઈ ગિફટ પણ નીકળશે, આ કારણે બાળકોમાં આ ચિપ્સ ઘણી લોકપ્રિય છે. ગુજરાતમાં મોદીજીના નામ પર કંઈ પણ વેચી શકાય છે. આ સ્નેકસ બનાવતી કંપની આ જ માનસિકતાનો ફાયદો ઉઠાવી રહી છે.

(11:42 am IST)