Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

ભાજપમાં ૧૯૮પમાં લડેલા ઉમેદવારો પૈકી માત્ર દિલીપ સંઘાણી જ આ વખતે લડયા

રાજકોટ તા. ૧ર : ભાજપના ત્રણ દાયકા પૂર્વ ૧૯૮પમાં ભાજપ વતી જે આગેવાનો ધારાસભાની ચૂંટણી લડેલા તે પૈકી અત્યારે એક માત્ર દિલીપ સંઘાણી જ ચૂંટણી લડયા છે તે વખતના ઉમેદવારો પૈકી અમૂક રાજકારણમાંથી નિવૃત થઇ ગયા છે. અથવા આ વખતે ચૂંટણી લડવાથી દુર જ રહ્યા છે.

દિલીપ સંઘાણી અત્યાર સુધીમાં ૩ વખત ધારાસભામાં અને ૪ વખત લોકસભામાં ચૂંટાયા છ.ે અગાઉ જેલ, કૃષિ, પશુપાલન વગેરે વિભાગના મંત્રી રહી ચૂકયા છ.ે આ વખતે પાર્ટીના આદેશ મુજબ તેમણે ધારી-બગસરા બેઠક પર ઝંપલાવ્યું છે આ ેબેઠક પર ર૦૧રમાં જી.પી.પી.જીતેલ કોંગ્રેસ બીજા ક્રમે અને ભાજપ ત્રીજા ક્રમે હતો. તેમણે વિજયનો વિશ્વાસ વ્યકત કર્યો છે જો તેઓ આ વખતે જીતે અને ફરી ભાજપની સરકાર બને તો મંત્રી મંડળમાં તેમનો સમાવેશ નિશ્ચિત મનાય છે.

(11:42 am IST)