Gujarati News

Gujarati News

News of Tuesday, 12th December 2017

પાટણ જિલ્લાની ચાણસ્મા બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ

પાટણ તા. ૧૨ : પાટણ જિલ્લાની ચાણસ્મા વિધાનસભા બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ જામ્યો છે.

વિધાનસભા બેઠક ઉપર ભાજપ તરફથી કેબીનેટ મંત્રી દિલીપભાઇ ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે કોંગ્રેસમાંથી રઘુભાઇ દેસાઇને ટિકિટ આપવામાં આવતા દિનેશભાઇ ઠાકોરે કોંગ્રેસમાંથી બળવો કરીને વિધાનસભા ચૂંટણી જંગમાં જામ્યો છે.

આ ચુંટણી જંગમાં ઝંપલાવનાર દિલીપભાઇ ઠાકોર સ્થાનિક ઉમેદવાર છે. જ્યારે કોંગ્રેસમાંથી રઘુભાઇ દેસાઇ અને દિનેશભાઇ ઠાકોર બહારના ઉમેદવારો છે ત્યારે આવનારી ચૂંટણીમાં કોના ઉપર મતદારો કળશ ઢોળે છે તેના ઉપર લોકોની મીટ મંડાયેલ છે.

 

(9:10 am IST)