Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

સુરતના ઉંઘના વિસ્તારમાં પ્લાસ્ટિક વેસ્ટના ગોડાઉનમાં આગ ભભુકતા અફડાતફડી મચી જવા પામી

સુરત: ઉધના ઉદ્યોગનગરમાં આવેલા એક ભંગારના તથા પ્લાસ્ટિક વેસ્ટ ગોડાઉન અને ફોર વ્હીલના ગેરેજમાં ગુરુવારે મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. જોકે સાત ફોર વ્હીલ વાહનો અને સરસામાને ભીષણ આગની ઝપેટમાં આવતાં સ્થળ ઉપરભારે અફડાતફડી મચી ગઈ હતી. ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ ઉધના રોડ નંબર 4 ખાતે આવેલ ઉધના ઉદ્યોગનગરમાં વિવિધ ગોડાઉન તથા ફોર વ્હીલના ગેરેજ સહિતની દુકાનો આવેલ છે. ગુરુવારે મોડી રાત્રે અચાનક કોઈ એક ગોડાઉનમાં આગ ભડકી ઉઠી હતી. જોતજોતામાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બાજુમાં આવેલા પ્લાસ્ટિક વેસ્ટ ગોડાઉન અને ફોર વ્હીલના ગેરેજ પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. જેને લીધે આગે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ત્યારે માન દરવાજા, મજુરા ગેટ, ડુંભાલ, ભેસ્તાન, નવસારી બજાર અને વેસું ફાયર સ્ટેશનની ગાડીઓ સાથે ફાયર કર્મીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ ઉપર કાબુ મેળવવા પાણીનો છંટકાવ શરૂ કર્યો હતો. તે સમયે આગને લીધે ગોડાઉનમાંથી કાચી અને પ્લાસ્ટિકની બોટલો વારાફરતી ફાટી રહી હતી. 

(4:29 pm IST)