Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

ભૂપેન્દ્રભાઇના હસ્તે નિરામય અભિયાનનો પ્રારંભ : દર શુક્રવાર નિરામય દિવસ તરીકે ઉજવાશે

ગુજરાતમાં ૩ કરોડ લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓનો મળશે લાભ

અમદાવાદ તા.૧૨ : આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે નિરામય ગુજરાત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. દર શુક્રવારે નિરામય દિવસ તરીકે ઉજવાશે, નિરામય દિવસે નિષ્ણાંત ડોકટરો દ્વારા મેડિકલ કેમ્પનું આયોજનઙ્ગ કરવામાં આવશે, એટલું જ નહીં ટેલી મેડિસિનના માધ્યમથી નિષ્ણાંતોની ટીમ સારવાર અને નિદાન પણ કરશે. આ અભિયાન થકી લોકોને બિનચેપી રોગોના સ્ક્રિનિંગથી સારવાર યોજના હેઠળ આવરી લેવામાં આવશે. પાલનપુરથી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે અભિયાનનો પ્રારંભ કરતાવતા પોતાના આગવી શૈલીમાં મજાક કરતા કહ્યું કે બધા હળવા થઇ બેસો, આપણે રોગ ટાળવા આવ્યા છીએ, વધુમાં કોરોના મહામારીમાં અન્ય બીમારીવાળા લોકોને વધુ અસર થઇ તેમાં આવી સ્થિતિમાં મૃત્યુઆંક વધ્યો, પરતું સૌથી વધુ ભારતમાં કોરોના વેકિસન અપાઈ તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

નિરામય ગુજરાત યોજના હેઠળ 'સ્વસ્થ નાગરિક, ઉન્નત ગુજરાત'નો અભિગમ લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓ પૂરી પડાશે જેમાં ગ્રામ્ય-શહેરી કક્ષાએ બિનચેપી રોગોનું નિદાન તેમજ સારવાર મળી રહેશે,ઙ્ગ આ યોજના હેઠળ ૭ ગંભીર રોગો માટે સ્ક્રિનિંગથી લઇ સારવાર સુધી સેવા અપાશે. જેમાં હાઇ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કેન્સરની સારવાર પણ મળશે અને કિડનીની બિમારી અને એનેમિયાની સારવાર પણ અપાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે નિરામય ગુજરાત યોજનાની શરૂઆત કરી છે આ અભિયાન થકી રાજયના ત્રણ કરોડ લોકોને મળશે રાજય સરકાર હાલ લોકોમાં વધી રહેલા બિન ચેપી રોગના નિદાન અને સારવાર મળી રહે તે માટે આ અભિયાનનો પ્રારંભ કર્યો છે. આ અભિયાન અંતગર્ત રાજયમાં ૩૦ વર્ષથી વધુ વયના લોકોમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ સહિતની બીમારીઓની નિયમિત તપાસ થાય તે માટે રાજય સરકારે નિરામય ગુજરાત યોજના જાહેર કરી છે જેમાં ૩ કરોડથી વધુ લોકોની આરોગ્ય તપાસ હાથ ધરવામાં આવશે.ઙ્ગ

આ ઉપરાંત આ યોજનાના લોન્ચિંગ માટે રાજયના ૩૩ જિલ્લા અને ૮ મહાનગર પાલિકાઓમાં એક સાથે વિવિધ મંત્રીઓ, MLA, MP, સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી જેમાં બીપી, હાર્ટએટેક, લકવો, કેન્સર, કિડની, પાંડુરોગ, ડાયાબિટીસ જેવા રોગોથી મૃત્યુનું પ્રમાણ વધુ જોવા મળે છે ત્યારે આવા રોગો સામે કાળજી લેવા ૩૦ વર્ષથી વધુ વયના નાગરિકોનું દર શુક્રવારે મમતા દિવસે તમામ પીએચસી, સીએચસી અને સરકારી હોસ્પિટલોમાં સ્ક્રીનિંગ કરાશે. એટલું જ નહીં તેમને તેમની આરોગ્યલક્ષી વિગતો સાથેનું નિરામય કાર્ડ પણ અપાશે. આવા રોગોના સ્ક્રીનિંગથી લઈ સારવાર સુધીની સુવિધા અપાશે, જેથી નાગરિકોનો અંદાજે ૧૨થી ૧૫ હજારનો ખર્ચ બચશે. આમાં દર્દીઓને હેલ્થ આઈડીની નોંધણી કરાશે. જેના કારણે સારવાર સમય કોઈપણ તબીબને માહિતી મળી શકશે. કાર્ડ ઈસ્યુ કરવા માટે આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં કિઓસ્ક મૂકાશે. વર્ષમાં બે વાર દરેક ગ્રામ્ય અને વોર્ડ કક્ષાએ 'નિરામય' કેમ્પનું આયોજન કરાશે.

દર્દીની તપાસ બાદ જો જરૂર જણાશે તો વધુ તપાસ માટે તજજ્ઞ તબીબ પાસે રિફર કરી શકાશે. દરેક દર્દીની સારવાર બાદ દર છ મહિને એક વાર તેનો ફોલોઅપ લેવાશે. રાજયની ૬૦૦ થી વધુ ખાનગી અને ૧૬૦૦ થી વધુ સરકારી હોસ્પિટલોમાં દર્દીના વિનામૂલ્યે સારવાર શકય બનશે. રાજયના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલનાઙ્ગ માર્ગદર્શનમાં રાજયના ૩૫ વર્ષથી વધુ વયના ૩ કરોડથી વધુ એટલે કે ૪૦ ટકા નાગરિકોને સાંકળી લેતી નિરામય ગુજરાત યોજના નવા વર્ષની પ્રથમ કેબિનેટ બેઠકમાં જાહેર કરવામાં આવી હતી.

(4:05 pm IST)