Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

અમદાવાદના નારોલા વિસ્તારમાં સગીરાને બળજબરી રિલેશન રાખવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ: શહેરના નારોલ વિસ્તારમાં રહેતી સગીરાને જબરજસ્તીથી ફ્રેનડશીપ રાખવા દબાણ કરી મારવાની ધમકી આપનારા શખ્સ વિરૃધ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આરોપીએ સગીરાને જાતિવાચક શબ્દો બોલી તેનું અપમાન પણ કર્યું હતું.

નારોલ વિસ્તારમાં ૧૫ વર્ષની કિશોરી તેના પરિવાર સાથે રહે છે અને નર્સિંગનો કોર્ષ કરે છે. અગાઉ સગીરા શાહીબાગ વિસ્તારમાં કામ કરતી હતી ત્યારે તેની સાથે કામ કરતા અને શાહીબાગમાં જ રહેતા જૌનેશ ઉર્ફે દશરથ ભુપતભાઈ ઠાકોરના સંપર્કમાં આવી હતી. તેણે કિશોરીનો ફોન નંબર લઈને તેની સાથે અવારનવાર વાત કરવાનું શરૃ કર્યું હતું. બાદમાં તેણે કિશોરીને ફ્રેન્ડશીપ કરવા દબાણ શરૃ કરીને અભદ્ર ભાષામાં વાત કરવાનું શરૃ કર્યું હતું. જેને પગલે કંટાળેલી કિશોરીએ આ અંગે તેની માતાને વાત કરી હતી. આથી કિશોરીની માતાએ જૈનેશને સમજાવીને ઠપકો આપ્યો હતો. જોકે તે માન્યો ન હતો.

(5:10 pm IST)