Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

સરકારે ર૮૦૩૬ ખેડૂતો પાસેથી મગફળી ખરીદીઃ કુલ ૧૭II લાખ કોથળા ભર્યા

રાજકોટ તા. ૧ર :.. રાજય સરકાર ગઇ તા. ર૬ મીથી શરૂ થયેલ ટેકાના ભાવની મગફળી ખરીદી પ્રક્રિયા આગળ વધી રહી છે. કુલ ૪,૭૦,૩૭૮ ખેડૂતોએ મગફળી વેચવા ઓનલાઇન અરજી કરેલ. જેમાંથી આજે બપોર સુધીમાં ૧,૯૬,૩૦૮ ખેડૂતોને મગફળી લઇને આવવા મેસેજ કરાયેલ. તે પૈકી ર૮૦૩૬ ખેડૂતો મગફળી વેચવા આવેલ તેમની મગફળી ખરીદવામાં આવી છે. ૧૩૬૪ ખેડૂતોની મગફળી અમાન્ય રહી છે.

જુદા જુદા માપના ૧૭,૪૪,૧૦૭ કોથળાનો (બારદાન) મગફળી ભરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. કુલ રૂ. ર૭૩૬૩.પ૮ લાખ રૂપિયાની મગફળી ખરીદવામાં આવી છે. ૩૪૬૭ ખેડૂતોને નાણા ચૂકવાઇ ગયા છે. ખુલ્લા બજારમાં ખેડૂતોને સંતોષકારક ભાવ મળતા હોવાથી આ વખતે ટેકાના ભાવે વેચવામાં ટાઢોડુ છે. ખરીદી પ્રક્રિયાનું સંકલન નાગરીક પુરવઠા નિગમ દ્વારા થઇ રહ્યુ છે. ૪૦ ટકાથી વધુ ખરીદી પ્રક્રિયા પૂરી થઇ ગઇ છે.

(3:27 pm IST)