Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

મહેસાણા નગરપાલિકાના ચીફ ઓફિસરે કોંગ્રેસના છ સદસ્યો સામે ફરિયાદ નોંધાવી

ઓફિસમા આવી ધમકી આપવા મામલે પોલીસ ફરિયાદ

મહેસાણા નગરપાલિકાના ચીફ ઓફિસરે નગરપાલિકાના કોંગ્રેસના છ સદસ્યો સામે લેખિત ફરિયાદ આપી હતી. મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચીફ ઓફિસરે લેખિત ફરિયાદ આપી હતી. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ સોલંકી, જયદીપ સિંહ ડાભી, પૂર્વ શહેર પ્રમુખ ભૌતિક ભટ્ટ સહિત છ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઓફિસમા આવી ધમકી આપવા મામલે ચીફ ઓફિસરે ફરિયાદ નોંધાવી હતી.

(12:24 pm IST)