Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

અમદાવાદ મનપાનો અનોખો નિર્ણંય : હવેથી જો કોઈને તાવ હશે તો જ કોરોના ટેસ્ટ કરાવી આપશે

સહેજ પણ શરદી કે ખાંસી આવે તો તુરંત કોરોના ટેસ્ટ કરાવવા લોકો ઉમટી પડતા: ભીડને રોકવા માટે નિર્ણય

અમદાવાદમાં મનપા દ્વારા ઠેર-ઠેર ફ્રીમાં કોરોનાના ટેસ્ટ કરાવવા માટેના બૂથ લગાવવામાં આવ્યાં છે. જેના લીધે શિયાળામાં શરદી-ખાંસી અને તાવના કેસો વધતા બૂથ પર કોરોના ટેસ્ટિંગ માટે લોકોની પડાપડી થઇ રહી છે. પરંતુ AMCએ દિવાળી પહેલાં કોરોના ટેસ્ટને લઇ મહત્વનો નિર્ણય કર્યો છે. એટલે કે હવેથી જો કોઇને તાવ હશે તો જ કોરોના ટેસ્ટ કરાવી આપવામાં આવશે એવી AMC દ્વારા શરત મૂકવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શિયાળાને કારણે લોકો સહેજ પણ શરદી કે ખાંસી આવે તો તુરંત કોરોના ટેસ્ટ કરાવવા ઉમટી પડતા. જેથી ભીડને રોકવા માટે AMCએ આ નિર્ણય કર્યો છે. જેમાં જો કોઇને 38 ડિગ્રી સે.થી વધુ તાપમાન હશે તો જ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. એટલે કે બૂથ પર જામતી ભીડને અટકાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય કર્યો છે.

 પરંતુ અહીં સવાલ એ ઊભો થાય છે કે એક તરફ શિયાળાની ઋતુ તો બીજી બાજુ કોરોના મહામારી કે જેના લીધે સ્વભાવિક છે કે, કોઇ પણ વ્યક્તિ જો સામાન્ય તાવ, ખાંસી કે શરદી થાય તો તે અગમચેતી વાપરીને કોરોના ટેસ્ટ કરાવવા તો આવશે જ. પરંતુ એક તરફ તંત્ર કોરોના સંક્રમણને ઘટાડવા માટે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિને કોરોના સંક્રમણ ના ફેલાય તે માટે ફ્રીમાં કોરોના ટેસ્ટ કરી આપવાની વાત કરે છે. તો પછી કેમ બીજી બાજુ AMCએ આ પ્રકારનો નિર્ણય કર્યો. છે

(11:46 am IST)