Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

કોર્પોરેટ લેવલની જોબની લાલચ આપીને MDનો નશો કરી રાજકોટની યુવતી પર ગેંગરેપ કરવાના આરોપી પ્રજ્ઞેશ અને જીતેન્દ્રગીરીની ધરપકડ

ક્રાઈમબ્રાન્ચે સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે બંનેને પકડી લીધા

અમદાવાદ : ક્રાઈમબ્રાન્ચે MDનો નશો કરી રાજકોટની 23 વર્ષીય યુવતી પર ગેંગરેપ આચરનાર 5માંથી બે આરોપીને ઝડપ્યા છે. બન્ને આરોપીઓને સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે બન્ને આરોપીને પકડી લેવાયા છે કોર્પોરેટ લેવલની જોબ મેળવવાની લાલચમાં MD ડ્રગ્સના બંધાણીઓની ચુંગાલમાં ફસાયેલી રાજકોટની 23 વર્ષીય યુવતી પર નશાખોરોએ અનેક વખત ગેંગરેપ આચર્યાની વિગતો સામે આવી હતી. કોર્પોરેટ જોબની લાલચ આપી આરોપીઓ પ્રથમ યુવતીને આબુ અને ત્યાંથી ઉદેપુરની રેડીશન બ્લુ હોટલમાં લઈ ગયા હતા. જ્યાં કોલડ્રીંક્સમાં દારૂ ભેળવી યુવતીને બેહોશ કરી બે આરોપીએ ગેંગ રેપ કર્યો, બાદમાં વીડિયો અને ફોટો ઉતારી લીધા હતા. આરોપીઓએ ગાંધીધામની હોટેલમાં એમડી ડ્રગ્સનો નશો કરી ફરીથી યુવતી પર ગેંગ રેપ કર્યો. આટલેથી નહીં અટકેલા હેવાનોએ અમદાવાદ પરત ફરતી વખતે યુવતીને પિસ્તોલ બતાવી ચાલુ કારે આરોપીએ રેપ આચર્યો હતો. આ જ રીતે સાઉથ બોપલના ગાલા મારવેલા ફ્લેટ અને જૂદી જૂદી હોટલોમાં યુવતીને લઈ જઈ આરોપીઓ બે માસ સુધી અનેકવાર ગેંગરેપ આચરી ચુક્યા હતા. મહિલા પશ્ચિમ પોલીસે 5 જણા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ક્રાઇમબ્રાન્ચના પીઆઈ જે.એન.ચાવડાએ સોલા પોલીસ સ્ટેશનના જમીનના કેસમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં રહેલા આરોપી પ્રજ્ઞેશ હર્ષદ પટેલ રહે, હરેશાંતિ બંગલો, ભાગવત પેટ્રોલપમ્પ પાછળ,ગોકુલ હોટલ સામે,ગોતા અને જીતેન્દ્રપુરી બળદેવપુરી ગોસ્વામી રહે, રેવા એપાર્ટમેન્ટ, વાસણાની ગેંગરેપ કેસમાં ધરપકડ કરવા તજવીજ કરી હતી. જે મુજબ બન્ને આરોપીને પોલીસે ટ્રાન્સફર વોરંટથી મંગળવારે ઝડપયા હતા

(9:52 pm IST)