-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
બુટલેગરોની હંફાવતી વલસાડ જિલ્લા પોલીસ,એલસીબીએ દમણના બુટલેગરને પકડી પાડ્યો
સુરત રેન્જ આઇજી ડો. રાજકુમાર પાંડિયનની સૂચના અને વલસાડના ડીએસપી ડો. રાજદિપસિંહ ઝાલાના માર્ગ દર્શન હેઠળ એલસીબી પીઆઇ ગામિતની આગેવાનીમાં એએસઆઇ સતિષ સયાજી કોન્સ્ટેબલ પ્રમોદ શાલીગ્રામ, નિતિન બાબુલાલ, મહેન્દ્રદાન જીલુભાએ મળીને દમણના અમિત કેવડીને પકડી પાડ્યો
(કાર્તિક બાવીશી દ્વારા)વલસાડ જ નહી, પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતના પોલીસ મથકોમાં વોન્ટેડ એવા દમણના કુખ્યાત બુટલેગર અમિત ઉર્ફે અમિત કેવળીને વલસાડ એલસીબીની ટીમે દમણમાં જઇને પકડી પાડ્યો છે. જેના પગલે દમણિયા બુટલેગરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. તેમના દ્વારા આગામી દિવસોમાં હવે દમણમાં દરોડો પાડી વોન્ટેડ બુટગેલગરને પકડવાનું અભિયાન શરૂ કરાય એવું જાણવા મળ્યું છે.
સુરત રેન્જ આઇજી ડો. રાજકુમાર પાંડિયનની સૂચના અને વલસાડના ડીએસપી ડો. રાજદિપસિંહ ઝાલાના માર્ગ દર્શન હેઠળ એલસીબી પીઆઇ ગામિતની આગેવાનીમાં એએસઆઇ સતિષ સયાજી કોન્સ્ટેબલ પ્રમોદ શાલીગ્રામ, નિતિન બાબુલાલ, મહેન્દ્રદાન જીલુભાએ મળીને દમણના અમિત ઉર્ફે અમિત કેવડી ડાહ્યા પટેલ ને પકડી પાડ્યો છે. એલસીબીએ તેને દમણમાં જઇ પકડી પાડ્યો છે. અમિત વિરૂદ્ધ વલસાડ, નવસારી, સુરત, તાપી જિલ્લાના પોલીસ મથકે અનેક કેસો નોંધાયા છે.સમગ્ર દક્ષિણ ગુજરાતના પોલીસ મથકમાં વોન્ટેડ હોય એવા બુટલેગરોને પકડવા હવે વલસાડ પોલીસે અભિયાન હાથ ધર્યુ છે. વલસાડ પોલીસ હવે દમણમાં જઇને બુટલેગરોને પકડી રહી છે. જેના પગલે દમણિયા બુટલેગરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.