Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

હિટ એન્ડ રન: ગાંધીનગરના આસપાસના વિસ્તારમાં કારની હડફેટે માતા-પુત્રનું કમકમાટી ભર્યું મોત

ગાંધીનગર: શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં હીટ એન્ડ રનની ઘટનામાં ઉત્તરોતર વધારો થઈ રહયો છે ત્યારે દિવાળીની સાંજે જ શહેરના ઘ-દોઢ પાસે કારની અડફેટે ટીસીએસમાં કામ કરતી યુવતિનું મોત નીપજયું હતું. તો અકસ્માતનો આ સિલસીલો યથાવત રહેતાં શનિવારે બપોરના સમયે અડાલજ કોબા માર્ગ ઉપર પણ હીટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી.
જેમાં મુળ કલોલના વડુ ગામ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલ સામે રહેતાં પ્રવિણસિંહ રણજીતસિંહ ડાભી તેમની પત્નિ પાયલબેન અને ત્રણ વર્ષીય પુત્ર અનિરૂધ્ધને લઈ બાઈક ઉપર અડાલજ-કોબા તરફ જઈ રહયા હતા તે દરમ્યાન ઈંટોના ભઠ્ઠા પાસે પુરઝડપે જઈ રહેલી કારે તેમના બાઈકને અડફેટે લેતાં પ્રવિણસિંહ ફંગોળાઈને રોડ સાઈડમાં પડયા હતા જ્યારે માતા અને પુત્ર બાઈક સાથે કાર નીચે ઢસડાયા હતા. પાયલબેનનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું. જ્યારે ગંભીર રીતે ઘાયલ અનિરૂધ્ધને સારવાર માટે ખસેડાયો હતો જ્યા તેનું પણ મોત નીપજયું હતું. આ કારે અન્ય એક વાહનને અડફેટે લીધું હતું. 

(5:08 pm IST)