Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

ભરૂચના મદિનાપાર્ક વિસ્તારમાં ઘર આંગણે રમતા બાળક પર કુતરાનો હુમલો : ઘાયલ બાળકને હોસ્પિટલમાં ખસેડાયો

ભરૂચ પશ્ચિમ વિસ્તારમાં આવેલ મદિના પાર્ક વિસ્તારમાં ઘરની બહાર રમતા બાળક ઉપર અચાનક કુતરાએ હૂમલો કરતા ઘાયલ બાળકને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડાયો હતો.

   પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મદિના પાર્ક સોસાયટીમાં રહી પરદા બનાવવાનો ધંધો કરતા શાહનવાઝ અબ્દુલમજીદ મલેક નો અઢી વર્ષિય પુત્ર મહંમદ ફૂરકાન મલેક ઘરના આંગણે ર્રમી રહ્યો હતો

   દરમિયા અચાનક એક કૂતરાએ આવી તેના ઉપર હૂમલો કરતા ફૂરકાનને ગાલે ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેને તત્કાલ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલમાં લવાયો હતો. જયાં સર્જન ન હોવાથી હાજર તબીબે બાળકને ગંભીર ઇજાઓ હોઇ પ્રાથમિક સારવાર આપી અન્ય હોસ્પીટલમાં ખસેડવા જણાવતા બાળકના પરિવારજનો એ બાળકને ભરૂચની ખાનગી હોસ્પીટલમાં ખસેડયો છે. જયાં બાળકને હાલમાં હડકવા ન થાય તેની સારવાર શરૂ કરવામાં આવી છે

  . બે દિવસ બાદ બાળકના ગાલનું ઓપરેશન હાથધરાશે તેમજ હાલમાં બાળકની હાલત સ્ટેબલ હોવાના એહવાલ મળી રહ્યા છે.

(9:41 pm IST)