Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

વિજાપુરમાં વૃદ્ધ પાટીદાર દંપતીએ આપઘાત કેમ કર્યો ? વ્યાજખોરોની ઉઘરાણી કે પુત્ર વિયોગ: અનેકવિધ ચર્ચા

સ્યુસાઇડ નોટમાં વ્યાજખોરોનો ઉલ્લેખ તો બીજી તરફ પુત્રવિયોગમાં મોત પસંદ કર્યાનું કારણ બતાવવાયુ

વિજાપુરમાં વૃધ્ધ પાટીદાર દંપતિએ આપઘાત કેમકર્યો એ બાબત કોયડો બની છે ૭૦ વર્ષ બાદ અચાનક પરિસ્થિતિ ઉભી થઇ કે જૂના કારણથી પતિ-પત્નિ પરેશાન હતા ?  હાલની સ્થિતિએ પંથકમાં વ્યાજખોરોની ઉઘરાણી તો બીજી તરફ પુત્રના નિર્ણયથી ગમગીન બની આપધાત કર્યાનું ચર્ચાઇ રહ્યુ છે. જોકે પોલીસે પાટીદાર દંપતિના ઘરેથી સ્યુસાઇડ નોટ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

  વિજાપુરમાં ધનજીભાઇ પટેલ (ઉ.75) અને હંસાબેન ધનજીભાઇ પટેલે (ઉ.70) ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આપઘાતને પગલે સમાજ સહિત પંથકમાં ભારે ચકચાર મચી ગઇ છે. ઢળતી ઉમરે દંપતિએ કેમ આપઘાત કર્યો તેને લઇ સગાવહાલાઓ માટે કોયડો બન્યો છે. જોકે સ્યુસાઇડ નોટમાં વ્યાજખોરોનો ઉલ્લેખ તો બીજી તરફ પુત્રવિયોગમાં મોત પસંદ કર્યાનું કારણ બતાવવામાં આવી રહ્યુ છે.

   સુત્રોએ જણાવ્યુ હતુ કે, પાટીદાર દંપતી ચોક્કસ કઇ બાબતને લઇ એટલી હદે દુ:ખી થયા કે આપઘાત કરવો પડ્યો તે સવાલ મહત્વનો બન્યો છે. દંપતિના મોત બાદ પંથકમાં તરેહ-તરેહના કારણો ચર્ચાઇ રહ્યા હોઇ ચોક્કસ બાબત જાણવી વધુ મુશ્કેલ બનતી જાય છે. જોકે વિજાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધર્યા બાદ ગણતરીના દિવસોમાં આપઘાતનું કારણ સામે આવી શકે છે. ઉલ્લેખનિય છે કે, જીવનના અંતિમ વર્ષોમાં આપઘાતનો નિર્ણય લીધો હોઇ દંપતિનું દુ:ખ જાણવુ જરૂરી બન્યુ છે.

(8:59 pm IST)