Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

ત્રણ દીવાદાંડી, અલંગ શીપ બ્રેકિંગને વિકસાવવા નિર્ણય

ટુરિઝમ હેઠળ વિકસાવવા માંડવિયાની જાહેરાતઃ એશિયાના સૌથી મોટા અલંગમાં સુવિધાને મોડર્ન કરીને તેમાં ઇન્ટરનેશનલ ડીફેન્સ શીપ પણ બ્રેક કરવામાં આવશે

અમદાવાદ, તા.૧૨: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ આજે ગાંધીનગરમાં ભારત સરકાર દ્વારા અલંગ શીપ રીસાયકલીંગ યાર્ડના વિકાસ માટે વધારાના ફંડ અને ગુજરાતની ત્રણ દીવાદાંડીને પ્રવાસન તરીકે વિકસાવવાના મુદ્દે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ અલંગ શીપ બ્રેકીંગ યાર્ડ અને રાજયની ત્રણ દીવાદાંડીને ટુરીઝમ હેઠળ વિકસાવવાની હિમાયત કરી હતી. કેન્દ્રીય મંત્રી માંડવીયાએ વધુમાં જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા રૂ. ૨૧૫ કરોડના ખર્ચે ગુજરાતમાં અલંગના વિકાસ માટે અને તેના શીપ બ્રેકીંગ પ્લોટમાં આધુનિક સિસ્ટમ વિકસાવવા માટે ફંડ આપવામાં આવ્યું છે. અલંગ શીપ રીસાયકલીંગ યાર્ડને ફાળવવામાં આવેલ ફંડના ઉપયોગથી ગુજરાત મેરીટાઈમ બોર્ડ તથા અલંગ શીપ રીસાયકલીંગ યાર્ડ એસોસીએશન દ્વારા અલંગ શીપ બ્રેકીંગ યાર્ડના વિકાસ માટે અલગ અલગ પ્રવૃતિઓ કરવામાં આવશે. ભારત સરકાર દ્વારા દેશભરના ૭,૦૦૦ કી.મીના દરિયાકિનારાને સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત ટુરીઝમ અંતગર્ત વિકસિત કરવામાં આવી રહ્યો છે જેમાં ગુજરાતના દ્વારકાની ૪૩ મીટર ઉંચી દીવાદાંડી, વેરાવળની ૩૦ મીટર ઉંચી દીવાદાંડી અને ગોપનાથની ૪૦ મીટર ઉંચી દીવાદાંડીને આ પ્રોજકેટમાં ટુરિસ્ટ પ્લેસ તરીકે વિકસાવવામાં આવશે, જેમાં અલંગનો પણ સમાવેશ કરવામાં આવશે. જ્યાં ટાવર ઉભો કરી લોકો ત્યાંથી અલંગ શિપયાર્ડ અને દરિયાને પણ જોઈ શકશે. અલંગમાં સરકાર દ્વારા ત્યાં કામ કરતાં પરપ્રાંતીય મજૂરોને રહેવા માટે ૧,૦૦૦ જેટલા હાઉસિંગ તૈયાર કરવામાં આવ્યા છે અને કુલ ૧૦,૦૦૦ જેટલા હાઉસ તૈયાર કરવામાં આવશે અને આ ઉપરાંત શીપ બ્રેકીંગના પ્લોટ માલિકો દ્વારા પણ કેમ્પસમાં હાઉસિંગની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. અલંગ શિપયાર્ડમાં હાલ ૧૦૯  જેટલા શીપ બ્રેકિંગ પ્લોટ છે જેમાં વર્ષ ૩૫૦ જેટલા શીપ બ્રેક કરવામાં આવે છે. અલંગ એશિયાનું સૌથી મોટું શીપ બ્રેકીંગ યાર્ડ છે જેમાં સુવિધાઓને મોડર્ન કરીને તેમાં ઇન્ટરનેશનલ ડીફેન્સના શીપ પણ બ્રેક કરવામાં આવશે. આ દીવાદાંડી- લાઈટ હાઉસમાં વિઝીટર રૂમ, કિઓસ્ક, મેરીટાઈમ અને સ્થાનિક ઈતિહાસ દર્શાવતું એલઇડી, ફાઉન્ટેન , દરિયાકાંઠે વોક-વે, ટોઇલેટ બ્લોક અને સીટીંગ જેવી ફેસીલીટી ઉભી કરવામાં આવશે. અત્યાર સુધી અલંગમાં યુદ્ધના જહાજો બ્રેકીંગ માટે આવતા ન હતા પરંતુ હવેથીઆવા યુદ્ધ જહાજો પણ  અલંગમાં આવશે અને અહિયાં અલંગ શીપ યાર્ડનો વધુ વિકાસ થશે અને મજૂરોને રહેવા માટે પણ મકાન મળશે. ટુરીઝમના કન્સેપ્ટ હેઠળ વિકસાવવાથી અલંગ શીપ બ્રેકીંગ યાર્ડ હવે વૈશ્વિક ખ્યાતિ પામશે.

(10:20 pm IST)
  • ગુજરાતમાં 'લોબાન' વાવાઝોડાનો ખતરો? : દેશના દરિયાકાંઠાના તમામ રાજયો એલર્ટ : દરિયામાં ઉંચા મોજા ઉછળવાની શકયતા : અરબી સમુદ્રમાં સર્જાયુ સાયકલોનીક એર સરકયુલેશન : દક્ષિણ ગુજરાત ભારે પવન ફૂંકાવાની શકયતા : નેશનલ ઈમરજન્સી રિસ્યોન્સ સેન્ટરે આપ્યુ એલર્ટ : ૮૦ થી ૧૩૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે access_time 3:28 pm IST

  • આજે પણ ફરી અમેરિકી શેરબજાર થયું ધબાય નમઃ : ડાઉ જોન્સ 545 પોઇન્ટ તૂટ્યો : વૈશ્વિક અર્થતંત્ર પર ફરી માઠા પરિણામની સેવાય રહેલી આશંકા access_time 1:45 am IST

  • ફેસબુકે જાહેર કર્યું છે કે ૨.૯૦ લાખ યુઝર્સના ડેટા ચોરાઈ ગયા છે: નવભારત ટાઈમ્સના હેવાલથી મોટો ખળભળાટ.. access_time 1:02 am IST