Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

અમદાવાદમાં ગરબા રમતી વખતે વાગી જતા પ શખ્‍સોઅે યુવકને માર માર્યો

અમદાવાદઃ ઘાટલોડિયાના ચાણક્યપુરી વિસ્તારમાં ગરબા રમતી વખતે ભૂલથી લત લાગી જતા 24 વર્ષના એક યુવાનને પાંચ છોકરાઓએ માર મારતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. બુધવારે રાત્રે ચાણક્યપુરી પાસે આવેલા પાર્ટી પ્લોટમાં ગરબા રમતી વખતે લત લાગતા પાંચેય શખસો યુવાન પર તૂટી પડ્યા હતા. જેને લઈને સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે. અડાલજમાં રહેતા ભાવિક ગજ્જર ચાણક્યપુરી પાસે આવેલા પાર્ટી પ્લોટમાં ગરબા રમવા માટે આવ્યો હતો.

ખુરશીથી મારવાનું શરૂ કરી દીધુ

ભૂલથી પગ વાગી જતા નજીકમાં રમી રહેલા સગીરે બોલાચાલી શરૂ કરી દીધી હતી. સગીરે પોતાના અન્ય મિત્રોને ફોન કરી બોલાવી લીધા અને મામલો ગરમાયો હતો. પાર્ટી પ્લોટમાં આવેલા મિત્રોએ ભાવિકને ગાળો ભાંડી, જ્યારે ભાવિકે રહેવાનું કહ્યું તો પાંચેય શખસોએ તેને મારવાનું શરૂ કરી દીધુ. નજીકમાં રહેલી ખુરશીઓના ઘાથી ભાવિકને કપાળમાં અને હોઠ પર ગંભીર ઈજા થઈ હતી. બબાલને કારણે ગરબાના માહોલમાં ફફડાટ ફેલાઈ ગયો અને બે કલાક માટે ગરબા બંધ કરવામાં આવ્યા હતા.

ટ્રેડિશનલ ડ્રેસમાં મહિલા પોલીસ ખડેપગે

સોલા પોલીસ સ્ટેશનના સબ ઈનસ્પેક્ટર સેજલ મેઘાણીએ કહ્યું કે, ગુરુવારે મોડી રાત્રે પાંચેય શખશોની ધરપકડ કરી લેવામાં આવી છે. રાયટિંગ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરના પગલાં લેવામાં આવ્યા છે. નવરાત્રી દરમિયાન પ્રથમ નોરતે છોકરીઓની છેડતી કરતા 12 શખસોની પોલીસે અટકાયત કરી હતી.

YMCA ક્લબને નોટિસ

ટ્રાફિક પોલીસે શહેરની જાણીતી વાયએમસીએ ક્લબને પાર્કિગ વ્યવસ્થિત હોવાને કારણે નોટિસ ફટકારી છે. નવરાત્રી દરમિયાન પ્રથમ નોરતે એસ. જી. હાઈવે પર વ્યવસ્થિત પાર્કિગ હોવાને કારણે નોટિસ આપવામાં આવી હતી. ગરબાના આયોજક હેમાંશુ શાહે જણાવ્યું હતું કે, પાર્કિગને લઈને યોગ્ય તકેદારી રાખવામાં આવશે.

ચણિયાચોલીની શોપિંગ વખતે રૂ. 80,000 ચોરાયા

બુધવારે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં 37 વર્ષની એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે, તે લો-ગાર્ડન વિસ્તારમાંથી જ્યારે ચણિયા ચોલીની ખરીદી કરી રહી હતી ત્યારે તેમના 80,000 રૂપિયા ચોરાઈ ગયા હતા. મહિલા મૂળ ગોરેગાંવના છે. શહેરમાં યોજાનારી ચેસ કોમ્પિટિશનમાં ભાગે લેવા માટે તે તા. 4 ઓક્ટોબરે પોતાના બાળકો સાથે આવી હતી. જ્યારે લૉ. ગાર્ડન પાસે શોપિંગ માટે ગઇ ત્યારે તેમની સાથે ઘટના બની હતી.

(6:04 pm IST)
  • જૂનાગઢ:માણાવદરમાં PGVCL કચેરીમાં કર્મચારી પર હુમલો:PGVCLના હંગામી કર્મચારી ભાવેશ પરમાર પર બે શખ્શે કર્યો હુમલો:માર મારવાના દ્રશ્યો CCTV કેમેરામાં થયા કેદ: લાઈટ ગુલ થતા ભરત ઓડેદરા અને જીતુ ઓડેદરા ટોળા સાથે કચેરીએ ધસી ગયા access_time 11:15 pm IST

  • દક્ષિણના અભિનેતાએ ખળભળાટ સર્જયો : સબરીમાલા મંદિરમાં આવનાર મહિલાના બે ટુકડા કરી નખાશે : સબરીમાલા મંદિરમાં આવનાર મહિલાના બે ટુકડા કરી નખાશે : એક ટુકડાને દિલ્હી અને બીજા ટુકડાને કેરલના મુખ્યમંત્રીની ઓફીસે ફેંકવામાં આવશે : અભિનેતા કોલમ થુલાસીનું વિવાદાસ્પદ નિવેદન access_time 4:30 pm IST

  • બિલ્ડરોને મોટી રાહત :બાંધકામ પ્લાન ઓફલાઈન પાસ કરવાનું ચાલુ રાખવા નિર્ણય :ODPS અને સૌથી મહત્વનો નિર્ણંય :તહેવારોને લઈને કરાઈ જાહેરાત :મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતુ રાજકોટ બિલ્ડર એસો,અને ક્રેડાઈઃ ગુજરાત access_time 12:05 am IST