Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

લીગલવિઝ. ઇનનો પ્રતિ કવાર્ટર ૨૦ ટકા ગ્રોથઃ ૧૫ હજાર પીએસટીનું લક્ષ્ય

અમદાવાદ તા ૧૨ :  લીગલટેક ફર્મ લીગલવીઝ ઇન દ્વારા ઘોષણા કરાઇ હતી કે તેણે ૨૦૧૮ માં પ્રતિ કવાર્ટર ૨૦ ટકા ગ્રોથ નોંધાવ્યો  છે અને માર્ચ-૨૦૧૯ સુધીમાં ૧૫ હજાર પી.એસટી (પસઇડ સર્વિસ ટ્રાન્ઝેકશન) નું લક્ષ્ય ધરાવે છે. એપ્રિીલ ૨૦૧૬ થી સ્ટાર્ટ અપ્સ અને એસએમઇ ને સેવા આપવાના હેતુથી શરૂ થયા પછી લીગલવીઝ ઇન લીગલ, ફાઇનાન્સિયલ કોર્પોરેટ અને ટેકસેશન કમ્પ્લાયન્સીસને સક્ષમ બનાવે છે. ટેકનોલોજીના મજબુત  સાથની પ્રક્રિયાના દરેક તબક્કો ઓનલાઇન હોય છે જે કાર્યદક્ષતા, પાદર્શિતા અને મહતમ વેલ્યુ સુનિશ્ચિત કરે છે.

આ અંગે લીગલવીઝ કોમના સ્થાપક શ્રીજય શેઠેે કહ્યું હતું કે પ્રતિ કવાટર અમારા ૨૦ ટકાના મજબુત ગ્રોથથી એ જોઇ શકાય છે કે અમે યોગ્ય રીતે કામગીરી કરી રહ્યા છીએ. ૯.૫/૧૦ જેવો ઇન્ક્રેડિબલ રેફરલ સ્કોર અમને અમારી સાતત્યપૂર્ણ અને આગળ વધતી પ્રગતિ માટે વિશ્વાસ અપાવે છે. અમારૂ લક્ષ્ય અભિયાન કોઇપણ કદના ગ્રાહકોને ેઉતમ પ્રોફેશનલ સેવાઓ આપવાનું અને પરિણામો મેળવવા માટે ટેકનોલોજી પર આધારિત રહીને પારદર્શિતા સુનિશ્ચત કરવાનુછે..

(3:42 pm IST)