Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

બીડી ઇન્ડિયા દ્વારા કેથેટર રીલેટેડ બ્લડસ્ટ્રીમ ઇન્ફેકશન્સ વિશે ઝુંબેશ

અમદાવાદ, તા. ૧રઃ  હોસ્પિટલ એસ્કવાયર્ડ ઇન્ફેકશન્સ (એચએઆઇ) ના વધી રહેલા બનાવોની વચ્ચે બીડી-ઇન્ડિયા કે દેશમાં અગ્રણી મેડીકલ ટેકનોલોજી ક ંપની છે. તેણે ભારતભરમાં ૧પ૦ થી વધુ સ્થળોએ દર્દી સુરક્ષા ઝુંબેશનો પ્રારંભ કર્યો છે. આ ઝુંબેશનો હેતુ હોસ્પિટલોમાં દર્દીઓ માટે કેપેટર સંબંધિત બ્લડસ્ટ્રીમ ઇન્ફેકશનના જોખમને ઘટાડવા માટે સતકર્તા વધારવાનો છે. આ ઝુંબેશમાં ઇન્ટેન્સિવ કરે, એનેસ્થેસિયોલોજી, માઇક્રોબાયોલોજી વિભાગના વડાનો તેમજ આ હોસ્પિટલોમાં મેડીકલ સુપ્રિન્ટેડન્ટસ અને નર્સીંગની સહયોગિતા જેવા મળી હતી સિધ્ધિ વિનાયક હોસ્પિટલના કન્સલટન્ટ ઇન્સેન્સિવિસ્ટ ડો. ફારૂક મેમણે જણાવ્યું હતું કે એચએઆઇ દર્દીઓ અને હોસ્પિટલના સ્ત્રોતો પર નોંધપાત્ર બોજ રજૂ કરે છે. આ ચેપનું જોખમ ઓછુ કરવું એ દરેક આરોગ્ય-સંભાળ સેટીંગ માટે અગત્યનું છે જે વિસ્તરિત દર્દીના સારા આરોગ્યમાં મદદ કરી શકે છે. સાલ હોસ્પિટલ અને મેડીકલ ઇન્સ્ટિટયુટના એેનેસ્થેસિયોલોજિસ્ટ અને ઇન્ટેન્સીવિસ્ટ ડો. નમન શાસ્ત્રીએ જણાવ્યું હતું કે હોસ્પિટલ એસ્કવાયર્ડ ઇન્ફેકશન બ્લડ સ્ટ્રીમ ઇન્ફેકશન, ન્યુમોનિયા અથવા સર્ર્જીકલ પ્રક્રિયા સંબંધિત ચેપ દ્વારા થાય છે.

(3:41 pm IST)
  • અરવલ્લી:મોડાસા માર્કેટયાર્ડમાં વેપારીઓનો હોબાળો:દબાણ દૂર કરતા પહેલા વેપારીઓમાં રોષ:૯૮ વેપારીઓને નોટિસની મુદત પૂર્ણ થતા કાર્યવાહી :આજે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે:૧૦૦થી વધુ પોલીસ કાફલા સાથે કાર્યવાહી કરાશે:૩૦ વર્ષથી દુકાન ચલાવતા વેપારીઓ રડી પડ્યા access_time 5:41 pm IST

  • રાજયના ૧૧૪ સબ રજીસ્ટ્રારની બદલી : રાજકોટના ૩ ઝોનમાં ફેરફાર :ગાંધીનગર નોંધણીસર નિરીક્ષકની કચેરી દ્વારા રાજયના ૧૧૪ સબ રજીસ્ટર-ર(વર્ગ-૩)ની અરસપરસ બદલીના હુકમો કરાયા છે જેમાં રાજકોટમાં સબ રજીસ્ટર ઝોન-૧માં બઢતી સાથે રાજયગુરૂને ઝોન-રમાં નવા સબ રજીસ્ટરની જગ્યા ઉભી કરી પી.કે.મોદીને, ઝોન-૩માં બઢતી સાથે કારીયાને તથા ઝોન-૮માં બઢતી સાથે કરકરેને મુકવામાં આવેલ છે. access_time 4:48 pm IST

  • બિલ્ડરોને મોટી રાહત :બાંધકામ પ્લાન ઓફલાઈન પાસ કરવાનું ચાલુ રાખવા નિર્ણય :ODPS અને સૌથી મહત્વનો નિર્ણંય :તહેવારોને લઈને કરાઈ જાહેરાત :મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતુ રાજકોટ બિલ્ડર એસો,અને ક્રેડાઈઃ ગુજરાત access_time 12:05 am IST