Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

પ્રોકટર એન્ડ ગેમ્બલે ઇનોવેટિવ સોલ્યુશન્સ માટે મલ્ટી-મિલિયન ડોલરનું ભંડોળ કટિબધ્ધ

અમદાવાદ તા.૧૨: પ્રોકટર એન્ડ ગેમ્બલ (પીએન્ડજી) એ કંપની માટે અનોખો અને ઇનોવેટિવ બિઝનેસ સોલ્યુશન પર બહારી ભાગીદારીને જોડવા માટે લાખો ડોલરનું ઇનોવેશન સોર્સિગ ફંડ સ્થાપવાની જાહેરાત કરી છે. આ રોકાણની જાહેરાત સાથે પીએન્ડજીએ ઇનોવેટિવ ઉદ્યોગ અવ્વલ સોલ્યુશન ઓફર કરતાં સ્ટાર્ટ-અપ્સ, નાના વેપારો, વ્યકિતગતો અથવા મોટી સંસ્થાઓને ઓળખવા અને તેને જોડવા પર કેન્દ્રિત ભારતમાં તેનો પ્રથમ પ્રોગ્રામ વીગ્રા લોન્ચ કર્યો હતો.

પીએન્ડજીએ મુંબઇ માં વીગ્રો એકસટર્નલ બિઝનેસ પાર્ટનર સમિટનું પણ આયોજન કર્યું છે.

વીગ્રો સમિટ સપ્લાય મેઇન સોલ્યુશન્સ કાચા માલોના ઇનોવેશન, ગ્રાહકો માટે ઉત્કૃષ્ટ બ્રાન્ડ અને માર્કેટીંગ, સોલ્યુશન, પેકેજીંગ પર ઇનોવેશન અને પ્રોડકિટવિટી આઇડિયાઝ વગેરે જેવાં વિવિધ ક્ષેત્રોમાં ઇનોવેટિવ બિઝનેસ આઇડિયાઝ પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમ એમડી અને સીઇઓ મધુસુદન ગોપાલે જણાવ્યું હતું.

(3:41 pm IST)