Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા શ્રી સ્વામિનારાયણ મંદિર શનીપાડાનો ૩જો પાટોત્સવ ભારે દબદબા પૂર્વક ઉજવાયો : જીલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં પર્યાવરણ રક્ષણ અને વૃક્ષારોકણ - વિધવા ત્યકતા બહેનોને વસ્ત્રો વિતરણ

અમદાવાદ : શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રી પુરૃષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર, શનિયાડાનો ૩જો પાટોત્સવ ભારે દબદબાપૂર્વક ઉજવાયો.

જિલ્લા કલેકટરશ્રી ઉદીત અગ્રવાલજીની ઉપસ્થિતિમાં પર્યાવરણ રક્ષણ શિબિર અને વૃક્ષારોણ કાર્યકરમ તેમજ માનવ સેવા અભિયાન અંતર્ગત વિધવા અને ત્યકતા બહેનોને વસ્ત્ર વિતરણ કરાયું હતું.

પ.પૂ. આચાર્ય સ્વામીજી મહારાજે આશિર્વાદમાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં સળગતી સમસ્યાને પ્રદુષણનું દુષણ છે. જેની દિન પ્રતિદિન માત્રા વધતી રહે છે, હવા પાણી અને અનાજનું પ્રદુષણ મનુષ્યને પક્ષીઓને વનચર જનાવરને પણ ભરડામાં લીધા છે. હવામાં કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ ખુબ જ પ્રમાણમાં રહ્યું છે તેને નાથવાને માટે વૃક્ષારોપણ અનિવાર્ય છે. જંગલોનો વિસ્તાર વધે તે પણ ખુબ જ આવશ્યક છે. ઓકસીજનનું પ્રમાણ ઘટી રહ્યું છે, આ સમસ્યા હલ કરવા માટે આપણે બધા કટીબદ્ધ બનીએ જેમકે ''રક્ષીશુ જળ, જમીન અને જંગલનો જીવન રહેશે સદા મંગલ''.

તેઓએ જણાવ્યું હતું કે પોતાના જીવનમાંથી વ્યસનોને તિલાંજલી આપવી અને શ્રી સ્વામિનારાયણ ભગવાનની આચારસંહિતા રૃપ શિક્ષાપત્રીના આદેશ પ્રમાણે જીવનમાં વર્તવું. સદાચાર, સંસ્કાર અને ધર્મ આ ત્રિવેણી સંગમ જે મનુષ્યને ઉન્નતિના શિખરે પહોંચાડે છે. તેવું સદ્ગુરૃ ભગવતપ્રિયદાસજી સ્વામી (મહંત)શ્રીની યાદીમાં જણાવાયું છે.

(11:27 am IST)
  • લખનૌમાં સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા અને યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા :સમાજવાદી પાર્ટીના કાર્યક્રમમાં શત્રુઘ્નસિંહાએ કહ્યું કે સતા સેવાનું માધ્યમ છે મેવાનું નહીં :જો સાચું બોલવું બગાવત છે તો હું બાગી છું ;યશવંતસિંહાએ કેન્દ્ર સરકાર ,મોદી અને અમિતભાઇ શાહને આડકતરી રીતે નિશાને લીધા હતા access_time 1:20 am IST

  • ફેસબુકે જાહેર કર્યું છે કે ૨.૯૦ લાખ યુઝર્સના ડેટા ચોરાઈ ગયા છે: નવભારત ટાઈમ્સના હેવાલથી મોટો ખળભળાટ.. access_time 1:02 am IST

  • ગુજરાતમાં 'લોબાન' વાવાઝોડાનો ખતરો? : દેશના દરિયાકાંઠાના તમામ રાજયો એલર્ટ : દરિયામાં ઉંચા મોજા ઉછળવાની શકયતા : અરબી સમુદ્રમાં સર્જાયુ સાયકલોનીક એર સરકયુલેશન : દક્ષિણ ગુજરાત ભારે પવન ફૂંકાવાની શકયતા : નેશનલ ઈમરજન્સી રિસ્યોન્સ સેન્ટરે આપ્યુ એલર્ટ : ૮૦ થી ૧૩૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે access_time 3:28 pm IST