Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

હવે વડોદરામાં આયુર્વેદ પદ્ધતિથી કોરોનાની સારવાર શક્ય

રાજ્યની પ્રથમ કોવિડ આયુર્વેદિક હોસ્પિટલ તરીકે વડોદરાની એક ખાનગી હોસ્પિટલને મંજૂરી: પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ વલ્લભ કથીરિયાએ કરાવ્યો પ્રારંભ

વડોદરા : હવે વડોદરામાં આયુર્વેદ પદ્ધતિથી કોરોનાની સારવાર શક્ય બની છે. રાજ્યની પ્રથમ કોવિડ આયુર્વેદિક હોસ્પિટલ તરીકે વડોદરાની એક ખાનગી હોસ્પિટલને સરકારની મંજૂરી મળી છે. કોરોનાને નાથવા માટે સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે. અનેક દેશો કોરોનાની રસી વેક્સીન શોધવા માટે રિસર્ચ કરી રહ્યા છે. પરંતુ હજી સુધી ધારી સફળતા મળી શકી નથી.

આવા કપરા કાળમાં ભારતની આયુર્વેદિક પદ્ધતિ પદ્ધતિથી કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવું શક્ય બન્યું છે. કોરોનાની વધતા જતા સંક્રમણ સામે લડવા માટે આયુર્વેદ એક અકસીર ઉપાય છે ત્યારે સમગ્ર ગુજરાત અને ખાસ કરીને વડોદરા શહેરના દર્દીઓને આયુર્વેદિક સારવાર મળી રહે તે હેતુથી સરકાર દ્વારા રાજ્યની પ્રથમ કોવિડ હોસ્પિટલ તરીકે વડોદરાની ખાનગી હોસ્પિટલને મંજૂરી આપવામાં આવી છે. જેનો પ્રારંભ  પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ વલ્લભ કથીરિયા એ કરાવ્યો હતો.

(11:31 pm IST)