Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

દવાની આડમાં દારૂ : વલસાડ પોલીસે ગાડીમાંથી પકડ્યો લાખો રૂપિયાનો દારૂ

દવાના કન્ટેનરમાંથી 11352 વિદેશી દારૂની બોટલ કબ્જે

કોરોનાના કહેર વચ્ચે દવાની વચ્ચે દારૂ છુપાવી ગુજરાતમાં લાવતા વલસાડ પોલીસે ગાડીમાંથી લાખો રૂપિયાનો દારૂ જપ્ત કર્યો છે હેલ્થ કેર મેડ ઇન ઇન્ડિયા નામનાં દવાના બોક્ષમાં દારૂ છુપાવીને તેઓ લાવતા હતા. વલસાડ પોલીસે દવાના કન્ટેનરમાંથી 11352 વિદેશી દારૂની બોટલ કબ્જે કરી છે. પોલીસ દ્વારા 10 લાખ રૂપિયાથી પણ વધારે કિંમતનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત 2 આરોપીઓની પણ ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ પોલીસે સમગ્ર મુદ્દે આ માલ ક્યાંથી આવ્યો હતો.

 

કોણે મોકલ્યો હતો. ક્યાં લઇ જવાનો હતો. આ માસ્ટરમાઇન્ડ કોણ છે તે અંગે તપાસ આદરી છે. વલસાડ પોલીસ દ્વારા સમગ્ર મુદ્દે તપાસ વલસાડ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે.

(11:23 pm IST)