Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

વલસાડના ટ્રાફિક ઓછો કરવા સેન્ટર ફોર ગ્રીન મોબિલિટી ની ટીમે મુલાકાત લીધી

અકસ્માત અટકાવવા જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાની મહેનત અને માર્ગદર્શન અનેક જીવ બચાવશે

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડમાં છેલ્લા કેટલા સમયથી ટ્રાફિકની વ્યાપક સમસ્યા લોકોને પરેશાન કરી રહી છે. આ સમસ્યા હલ કરવા વલસાડ એસ.પી ડો. રાજદીપસિંહ ઝાલા હાલ સક્રિય થયા છે. તેમણે આ સમસ્યાના નિવારણ માટે દિલ્હીની એક ટીમને બોલાવી હતી. આ ટીમે વલસાડ અને વાપીની મુલાકાત લઇ ટ્રાફિક નિવારણના સૂચનો તૈયાર કરવાનું કામ શરૂ કર્યું છે. સેન્ટર ફોર ગ્રીન મોબિલીટીની ટીમ ટ્રાફિક નિવારણ માટે નિષ્ણાત મનાય છે. આ ટીમ આજરોજ વલસાડ આવી હતી

 આ ટીમ સાથે વલસાડ એસ.પી. રાજદીપસિંહ ઝાલા ડીવાયએસપી એમ.એન. ચાવડા તેમજ વલસાડ સિટી પીઆઈ એચ.જે.ભટ્ટ , જિલ્લા ટ્રાફિક પીએસઆઈ પરમાર  તેમની સાથે જોડાયા હતા તેમજ જિલ્લા પોલીસ વડાએ વલસાડ તેમજ વાપી શહેરનું નિરીક્ષણ કર્યું હતું.આ ટીમે હાઈવે પર થતા અકસ્માતો અટકાવવા માટે પણ આઈઆરબીની તેમજ હાઇવે ઓથોરિટી ની મુલાકાત લઇ તેની વ્યૂહરચના સમજવાનો પ્રયાસ કર્યો હતો. હાઈવે પર થતા અકસ્માતો અટકાવવા આ ટીમ ખાસ કામે લાગશે એવું ડીવાયએસપી ચાવડાએ જણાવ્યું હતું. આ સિવાય ખાસ કરીને શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા કેવી રીતે નિવારી શકાય એ માટે આ ટીમ ખાસ વ્યૂહરચના બનાવીને વલસાડના વહીવટીતંત્રને સોપશે.

વલસાડ ની મુલાકાત સમયે વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસર જે. યુ. વસાવા પણ તેમની સાથે જોડાયા હતા તેમજ હાઇવે ની મુલાકાત સમયે હાઈવે પોલીસ પણ તેમની સાથે જોડાય ને અકસ્માત નિવારવા માટેના સૂચનો અંગે ચર્ચા વિચારણા કરી હતી.

(8:54 pm IST)