Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

યુવતીની આર્થિક તંગીનો લાભ ઉઠાવી સંબંધ માટે દબાણ કર્યું

અમદાવાદના ઓઢવ વિસ્તારનો બનાવ : યુવતી જેને પિતાના મિત્ર સમજીને પરોપકારી વ્યક્તિ માની રહી હતી તે જ વ્યક્તિએ મનમાં મેલી મુરાદ રાખી હતી

અમદાવાદ,તા.૧૨ : લૉકડાઉનમાં કરેલી મદદનો લાભ ઉઠાવવા માંગતા એક નરાધમની કરતૂતોનો પર્દાફાશ થયો છે. શહેરના ઓઢવ વિસ્તારમાં લોકડાઉન દરમિયાન પરિવારની કથળેલી આર્થિક પરિસ્થિતિ મદદના બદલમાં યુવતી સાથે મિત્રતા બાંધવા દબાણ કરતા નરાધમના તાબામાં યુવતીના આવતા આરોપી યુવતીની સગાઈ તોડવાનો પણ પ્રયાસ કર્યોએક યુવતીએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ આપી છે કે લોકડાઉનમાં તેની નોકરી છૂટી ગઈ હોવાથી તેમની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી. જેથી તેના પિતાના મિત્ર ઘરમાં કરિયાણુંનો સમાન ભરી આપેલ અને મકાન રિપેર કરવી આપવા માટે રૂપિયા દોઢ લાખ આપ્યા હતા. જોકે, યુવતી જેને પિતાના મિત્ર સમજીને પરોપકારી વ્યક્તિ માની રહી હતી તે વ્યક્તિના મનમાં મેલી મુરાદ હતી. તેની નજર યુવતી પર હતી અને તે યુવતીનું શોષણ કરવા માંગતો હતો. તેણે તાબે થનારી યુવતીના ફિયાન્સને ફોન કરીને કહ્યું કે 'એણે મારી સાથે શરીર સંબંધ બાંધ્યો છે, મારી પાસે વી઼ડિયો છે, વાયરલ કરી દઈશ. જોકે, પિતા ના મિત્ર હોવાથી યુવતી છેલ્લા દોઢ માસ થી તેમની સાથે ફોન પર વાતચીત કરી,

           મજાક મસ્તી કરી ને યુવતીની સાથે મિત્રતા કરી તેને ફસાવી તેનો દુરુપયોગ કરવા માંગતા હતા. જોકે, યુવતી આમ ના કરવા માટે નું કહેતા આરોપી યુવતીને બીભત્સ મેસેજ કરતો હતો. એટલું નહિ યુવતી જ્યારે નોકરી જતી ત્યારે તે તેનો પીછો પણ કરતો હતો. જો કે યુવતી નરાધમ ના તાબે ના થતા નરાધમ તેના ઘરે પહોંચી ગયો હતો અને પોતે કરેલ મદદ ના રૂપિયા સાત લાખ પરત લેવા માટે ની માંગણી યુવતી ના પિતાજી પાસે કરવા લાગ્યો હતો. અને તેઓ ને જાતિ વિષયક શબ્દો પણ બોલ્યો હતો. યુવતીનો ગેરલાભ ઉઠાવવા માંગતા નરાધમ યુવતીના ફિયાન્સને પણ ફોન કરીને કહ્યું હતું કે યુવતી તેની સાથે શારીરિક સંબંધ બાંધેલ છે અને તેના વીડિયો પણ તેની પાસે છે. જે વીડિયો તે વાયરલ કરી દેશે. આમ તેને યુવતી ની સગાઈ તોડવાનો પણ પ્રયસ કર્યો હતો. આમ હાલ માં સમગ્ર મામલે ની જાણ પોલીસ બે કરતા પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

(7:35 pm IST)