Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં કોલેજીયન યુવતીએ યુવકને મિત્રતા અંગે ના કહેતા યુવકે બદનામ કરવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ

અમદાવાદ: શહેરના ઓઢવ વિસ્તારમાં પરિવાર સાથે રહેતી 25 વર્ષની યુવતી કોલેજમાં અભ્યાસ કરે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે. દરમિયાન ઘરની આર્થિક સ્થિતિ લથડતાં યુવતીના પિતાના મિત્ર અરવિંદસિંહ જે ચૌહાણે કરીયાણાનો સામાન ભરી આપ્યો હતો. તે સિવાય યુવતીના પિતાએ ઘરનું સમારકામ કરાવવા માટે અરવિંદ સિંહ ને દોઢ લાખ રૂપિયા આપ્યા હતા.

પિતાના મિત્ર હોવાથી છેલ્લા દોઢેક મહિનાથી યુવતી સાથે વાતચીત કરીને હમદર્દી બતાવતો હતો અને મજાક મશ્કરી કરી તેને ફસાવવાનો પ્રયાસ કરતો હતો આથી યુવતીએ ઇનકાર કરતા અરવિંદએ ખરાબ મેસેજ અને બિભસ્ત ગાળો સાથેના મેસેજ કર્યા હતા. તે સિવાય યુવતી નોકરી પર જાય ત્યારે તેનો પીછો કરતો હતો અને તાબે થતાં યુવતીના ઘરે જઈ સમારકામ અને અન્ય ખરીદીના મળી સાત લાખ રૂપિયાની માગણી કરી હતી.

સિવાય યુવતીના પિતાને જાતિવાચક અપશબ્દો બોલી અપમાનિત કર્યા હતા. બીજી તરફ અરવિંદસિંહ યુવતીના ફિયાન્સ ને યુવતીના પોતાની સાથેના શારીરિક સંબંધ ના વિડીયો છે અને તે વાયરલ કરી દેવાની ધમકી આપી સગાઈ તોડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આથી યુવતીએ અરવિંદ સિંહ વિરૂદ્ધ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:26 pm IST)