Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

એ ત્રિપુટી હાઇવે પર કેફી પદાર્થો સુંઘાડી લુંટ કરવાની માસ્ટર માઇન્ડ નિકળી પડી

જીતેન મારવાડી-અરૂણ મારવાડી-કાંતી મારવાડીની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છેઃ વડોદરા પીઆઇ કે.એન.લાઠીયા સાથે અકિલાની વાતચીત : રાજયભરની પોલીસ પાસેથી તેઓના વિસ્તારમાં ભોગ બનેલા લોકોની વિગતો મેળવવા ધમધમાટ

રાજકોટ, તા., ૧૨: વડોદરાના વારસીયા  પોલીસ મથકની સર્વેલન્સ ટીમના પેટ્રોલીંગ દરમિયાન પોલીસના હાથે ઝડપાયેલી ત્રિપુટી જીતેન મારવાડી, અરૂણ મારવાડી તથા કેતન મારવાડી, લોકોને હાઇવે પર કેફી પદાર્થો પીવડાવી લુંટ કરવાના માસ્ટર માઇન્ડ નિકળ્યાનું પોલીસ ઇન્સ્પેકટર કિરીટ લાઠીયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ઼ છે.

રાજય વ્યાપી આ ગેંગના આરોપી કાંતી મારવાડી વોન્ટેડ આરોપી હતો. જયારે જીતેન અને અરૂણ જાનથી મારી નાખવાની  ધમકીઓ આપી સોના-ચાંદીના દાગીનાઓ, મોબાઇલ, રોકડ રકમ લુંટી લઇ અલોપ થઇ જતા હતા. પોલીસ કમિશ્નર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ તથા એડીશ્નલ પોલીસ કમિશ્નર ચિરાગ કોરડીયા સહીતના ઉચ્ચ અધિકારીઓની મળેલી બેઠકમાં આ ગેંગને પકડવાની જવાબદારી અત્યાર સુધીમાં અનેક રીઢા અને નામચીન ગુનેગારોને જેલના સળીયા પાછળ ધકેલી દેનાર પીઆઇ કે.એન.લાઠીયાને સુપ્રત થતા જ ચોક્કસ બાતમી આધારે આરોપીઓને ઝડપી લીધા હતા.

આરોપીઓ પાસેથી લાખો રૂપીયાનો મુદામાલ ઝડપવા સાથે અન્ય મુદામાલો કબ્જે કરવાની કાર્યવાહી ચાલી રહી છે. રાજયમાં અન્ય કયાં કયાં ગુન્હાઓ કર્યા છે કોણ-કોણ ભોગ બન્યું છે. તે અંગેની માહીતી રાજય પોલીસ પાસેથી મેળવવામાં આવનાર હોવાનું સુત્રો જણાવે છે.

(12:54 pm IST)