Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે તંત્રની તૈયારી શહેરમાં ૬૦ જેટલા સ્થળોએ કૃત્રિમ કુંડ તૈયાર કરાયા

તંત્રએ પ્રતિમા વિસર્જિત કરવા ક્રેઇનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી

અમદાવાદ,તા.૧૨: ગણેશ ચતુર્થીથી ૧૦ દિવસ સુધી દૂંદાળા દેવની ભાવ આજે ગણેશ વિસર્જન કરવામાં આવશે. અમદાવાદમાં હજારોની સંખ્યામાં સ્થાપિત કરાયેલી પ્રતિમા વિસર્જીત કરાશે. ગણેશ વિસર્જનને લઇને તંત્રએ સદ્યન તૈયારી કરી છે. તો સમગ્ર શહેરમાં તંત્ર દ્વારા કુલ ૬૦ જેટલા સ્થળોએ કુંડ તૈયાર કર્યા છે તો તંત્રએ પ્રતિમા વિસર્જિત કરવા ક્રેઇનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે જો કે આ વર્ષે તંત્ર દ્વારા ગણેશ મંડળોને નદીમાં પ્રતિમા વિસર્જિત નહીં કરવા દેવામાં આવે.

(3:58 pm IST)
  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટ સોગાદોથી ડ્રોઈંગ રૂમને સજાવવાની તક : 14 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2019 દરમિયાન 2772 વસ્તુઓની ઓનલાઇન નીલામી : છેલ્લા 6 માસ દરમિયાન મળેલી ચાંદીની તલવાર ,મૂતિઓ , થ્રી ડી ઇમેજ ,સહીત દુર્લભ વસ્તુઓ વધુમાં વધુ કિંમત ચૂકવનારને અપાશે access_time 8:08 pm IST

  • ગણેશ વિસર્જન દરમિયાન 35 વર્ષિય યુવાન તણાયા રાજકોટ સ્વામી નારાયણ ચોકમાંથી ત્રંબા ત્રિવેણી નદિમાં ગણેશ વિસર્જન કરવા આવેલા વિજયભાઈ ઘોઘાભાઇ પરમાર નદિમાં ડુબી જતા ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. access_time 6:37 pm IST

  • બ્રાયન ટોલએ આર્ટિકલ 370 પર ભારતનું કર્યું સમર્થન : ગિલકિત ને બાલટિસ્તાનને ગણાવ્યો ભારતનો હિસ્સો : યુરોપીય આયોગના પૂર્વ નિર્દેશક બ્રાયન ટોલે જિનિવામાં કહ્યું કે આર્ટિકલ 370 હટાવવાથી કાશ્મીરના લોકોને સમાન આર્થિક અવસર મળશે : સરકારની માફક તેને પણ આશા છે કે કાશ્મીરીઓ માટે સારું પગલું સાબિત થશે access_time 1:19 am IST