Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

દાંતીવાડા-ચંડીસર હાઇવે પર ડમ્પર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત: દંપતીનું કરૂણ મોત

બાઇક સવાર પતિ-પત્નિના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજતા પંથકમાં ગમગીનીનો માહોલ

 

દાંતીવાડા-ચંડીસર હાઇવે પર ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ગંભીર અકસ્માતમાં બાઇકસવાર બંને પતિ-પત્નિનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા દાંતીવાડા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જીલ્લાના દાંતીવાડા-ચંડીસર હાઇવે પર નિલપુર ગામ પાસે ડમ્પર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઘટનાને લઇ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, બાઇક સવાર બંને પતિ-પત્નિના ઘટના સ્થળે કરૂણ મોત નિપજતા પંથકમાં ગમગીનીનો માહોલ વ્યાપી ગયો છે. ઘટનાને પગલે દાંતીવાડા પોલીસે મૃતકોને લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

(12:17 am IST)
  • મોડીરાત્રે રાજકોટના પંચનાથ મંદિર પાસેના એક કોમ્પ્લેક્ષમાં આગ ભભૂકી : ત્રણથી ચાર લોકો કોમ્પ્લેક્ષમાં ફસાયા હોવાની આશંકા : લોકોના ટોળા ઉમટયા : ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસો access_time 12:30 am IST

  • ભારતીય સેનામાં પહેલીવાર સિપાહીના પદ માટે મહિલાઓની ભરતી :મોટી સંખ્યામાં યુવતીઓ ઉમટી પડી : ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં 4458 ઉમેદવારોએ પરીક્ષા આપી : સીમા સુરક્ષા દળ માફક ભારતીય સેનાએ મહિલાઓ માટે ભરતી કરવા નિર્ણંય : ભારે પ્રતિસાદ મળ્યો access_time 12:59 am IST

  • હિન્દુસ્તાન પેટ્રોલીયમના પ્લાન્ટમાં મોટી દુર્ઘટનાઃ ટેન્ક આખી ફાટીઃ યુપીના ઉન્નવ પાસે કેટલાક ગામડાઓ ખાલી કરાવાયા access_time 12:26 pm IST