Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

રાજપીપળા શહેરના અનેક ખાતર ડેપો ઉપર ખાતર લેવા ખેડૂતોની પડાપડી:સોસીયલ ડિસ્ટન્સ ન જળવાતા કોરોના સંક્રમણનો ખતરો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :હાલ વરસાદ ચાલુ થતા ખેતીની સીઝન ચાલુ થઈ હોય ત્યારે ખેડૂતોને પાક માટે ખાતર ખૂબ જરૂરી છે પરંતુ ખાતરની અછતના કારણે ખાતરના ડેપો ઉપર ખેડૂતો ની મોટી લાઈનો લાગતા સોસીયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.
  રાજપીપળાના ખાતર ના ડેપો પર ખાતર લેવા ખેડૂતોની મસમોટી લાઈનો જોવા મળી જેમાં એક બીજા ને અડીને ઉભેલા ખેડૂતો પોતાના મહામુલા પાક ને બચાવવા કોરોના સંક્રમણ ને પણ ભૂલી ગયા હોય એમ લાંબી કતારોમાં સોસિયલ ડિસ્ટન્સ ન જાળવી બસ ગમે તે રીતે ખાતરની લાહી માં ઉભેલા જોવા મળ્યા હતા.હાલ ખાતરની અછત વચ્ચે જો આવીજ મોટી લાઈનો ખાતર ડેપો ઉપર લાગતી હોય તો ડેપો સંચાલકે આ માટે ખાસ તકેદારી રાખી સોસીયલ ડિસ્ટન્સ જળવાઈ એ માટે પોલીસની મદદ મેળવવી જોઈએ. નહિ તો જે તે દુકાનદાર પર પણ કાયદાનો અમલ થાય એ જરૂરી બન્યું છે.

(4:43 pm IST)