Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત 'મહિલા કર્મયોગી દિવસ"ની ઉજવણી કરાઈ

કોરોના વોરિયર્સને મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વિભાવરીબેન દવેએ સન્માનિત કર્યા

ફોટો
(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :મહિલા અને બાળ વિકાસ વિભાગ અને અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે "મહિલા સશક્તિકરણ પખવાડિયા" અંતર્ગત  "મહિલા કર્મયોગી દિવસ"ની ઉજવણી કરવામાં આવી હતી. "મહિલા કર્મયોગી દિવસ" નિમિત્તે અલગ-અલગ ક્ષેત્રોમાં covid-19માં જેઓએ પોતાના કાર્યમાં કર્મનિષ્ઠ રહીને પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે છે તેવા કોરોના વોરિયર્સને  મંત્રી વિભાવરીબેન દવે (રાજ્ય કક્ષાના મંત્રી મહિલા અને બાળ કલ્યાણ શિક્ષણ, પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ) અને યાત્રાધામ વિભાગ), અમદાવાદ  કલેકટર કે.કે નિરાલા, અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

(4:21 pm IST)