Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

૧૫મી ઓગષ્ટ સુધી ગુજરાત સહિત સૌરાષ્ટ્ર- કચ્છમાં પણ ઝમાઝમ વરસાદ પડશેઃ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં મેઘરાજા સટાસટી બોલાવશેઃ સ્કાયમેટ

નવી દિલ્હીઃ વેધરની ખાનગી સંસ્થા સ્કાયમેટે જણાવ્યું છે કે એક પછી એક વરસાદી સિસ્ટમ્સની અસરથી ગુજરાત સહિત હવે સૌરાષ્ટ્ર- કચ્છમાં પણ વરસાદી એકટીવીટીમાં વધારો જોવા મળશે. આજથી ૧૫મી સુધી સારો વરસાદ પડશે. જયારે ઉતરપ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ ઉપરાઉપરી વરસાદી રાઉન્ડ જોવા મળશે.

દેશના મધ્ય, ઉત્તર અને પૂર્વોતર ભારતમાં નેઋત્યનું ચોમાસુ મહેરબાન બનશે. બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમ્સ બની રહી છે. હવાનું હળવું દબાણ મધ્યપ્રદેશના ઉતર અને પશ્ચિમી ક્ષેત્રમાં પહોંચ્યું છે. જેની અસર મધ્ય ભારત સાથે ઉત્તર ભારતમાં પણ વરસાદ પડશે.

આગામી સમયમાં બંગાળની ખાડીમાં વધુ એક લોપ્રેસર ૧૨ થી ૧૪ ઓગષ્ટ દરમ્યાન બનશે. આ સિસ્ટમ્સ ઉત્તર- પશ્ચિમ દિશામાં આગળ વધશે. જેની અસરથી ફરીથી મધ્ય ભારત અને ઉત્તર પ્રદેશ અને પૂર્વોતર ભારતના તમામ વિસ્તારોમાં મોનસૂન એકટીવીટી જોવા મળશે.

આગામી ચારથી પાંચ દિવસ દરમ્યાન મધ્ય પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, ઉત્તરપ્રદેશમાં સિસ્ટમ્સની વધુ અસરકર્તા જોવા મળશે. કેટલાક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ પડશે.

ઉત્તર- પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં પંજાબ, હરિયાણા, દિલ્હી એનસીઆર, ઉતરાખંડ, હિમાચલ પ્રદેશ તેમજ પર્વતીય ભાગોમાં પણ આગાહી બે- ત્રણ દિવસ સારો વરસાદ જોવા મળશે.

જયારે ગુજરાતમાં પણ વરસાદમાં વધારો જોવા મળ્યો છે. હવે સૌરાષ્ટ્ર- કચ્છમાં પણ વરસાદી એકટીવીટીમાં વધારો થશે. તા.૧૨ થી ૧૫ ઓગષ્ટ સુધી ઘણા સેન્ટરોમાં વ્યાપક વરસાદ પડશે.

મહારાષ્ટ્રમાં કોંકણ, વિદર્ભ, છતિસગઢ, બિહારમાં પણ ખૂબ સારો વરસાદ પડશે.

(1:20 pm IST)