Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આજે વલસાડ જિલ્લામા અને કાલે ડાંગ જિલ્લાના પ્રવાસે

કાલે ડાંગ જિલ્લાના વઘઈ ખાતેથી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના પ્રવાસની શરૂઆત કરશે : બે દિવસીય પ્રવાસ કાર્યક્રમ દરમિયાન ભાજપા પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયા,પ્રદેશ મહામંત્રીશ્રી ભરતસિંહ પરમાર તેમજ ભાજપાના આગેવાનો-કાર્યકરો તેમની સાથે જોડાશે

ધોરાજી ::::પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ આજેતા.૧૨ ઓગસ્ટ ૨૦૨૦, બુધવારે વલસાડ અને તા.૧૩ ઓગસ્ટ ૨૦૨૦, ગુરૂવારના રોજ ડાંગ જિલ્લાના પ્રવાસે જશે.

ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલનું આજે સવારે સવારે ૯ વાગ્યે વલસાડ જિલ્લાના પારડી ઓડીટોરીયમ ખાતે સન્માન અને અભિવાદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પારડી સ્વાધ્યાય મંડળ ખાતે તેઓ સામાજિક સંસ્થાના અગેવાનશ્રીઓ સાથે બેઠક યોજશે. સવારે ૧૦.૧૫ કલાકેથી મોરારજી દેસાઈ ઓડીટોરીયમ, વલસાડ ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ ભાજપાના અપેક્ષિત કાર્યકર્તાઓ અને અગેવાનશ્રીઓ સાથે વિવિધ બેઠકો યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.આ ઉપરાંત કપરાડા ખાતે પણ તેઓ ભાજપના અપેક્ષિત અગેવાનશ્રીઓ સાથે સંગઠનલક્ષી બેઠક યોજશે.

૧૩ ઓગસ્ટ ૨૦૨૦, ગુરુવારના રોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સવારે ૯ વાગ્યે ડાંગ જિલ્લાના વઘઈ ખાતેથી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના પ્રવાસની શરૂઆત કરશે.પિંપરી થઈ તેઓ આહવા પહોંચશે.આહવાના ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે  ત્યાંના રાજાઓ દ્વારા પ્રદેશ અધ્યક્ષશ્રીનું શ્રીફળ અને ફેંટાથી સ્વાગત કરવામાં આવશે.

ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ દિવસભર તબક્કાવાર રીતે જિલ્લાકક્ષાના કાર્યકર્તાઓ, તાલુકા કક્ષાના કાર્યકર્તાઓ, સોશિયલ મીડિયા વિભાગના કાર્યકર્તાઓ, શક્તિકેન્દ્રના નવયુવાનો સાથે મહત્વની સંગઠનલક્ષી બેઠકો યોજી જરૂરી માર્ગદર્શન આપશે. આ ઉપરાંત ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સ્થાનિક વિશિષ્ટ મહાનુભાવો તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનશ્રીઓ સાથે પણ બેઠક યોજશે.

ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર. પાટીલના આ બે દિવસીય પ્રવાસ કાર્યક્રમ દરમિયાન ભાજપા પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયા તેમજ પ્રદેશ મહામંત્રીશ્રી ભરતસિંહ પરમાર તેમજ ભાજપાના આગેવાનો-કાર્યકરો તેમની સાથે જોડાશે.

(12:06 pm IST)