Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

ગાંધીનગર નજીક ગિફ્ટસિટીમાં કંપનીના એકાઉન્ટન્ટે 8.56 કરોડની ઠગાઈ આચરતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર:શહેર નજીક આવેલી ગીફટસીટીમાં કાર્યરત એનએસઆઈ ઈન્ફીનીયમ ગ્લોબલ લીમીટેડ નામની કંપનીના હેડ એકાઉન્ટન્ટે કંપની ખાતામાંથી રૂપિયા વેન્ડરોને મોકલવાના બદલે તેના અને પરિવારના ખાતામાં જમા કરાવી દીધા હતા જયારે વેન્ડરોએ રૂપિયાની ઉઘરાણી કરતાં કંપની દ્વારા તપાસ કરવામાં આવતાં તેમાં ખબર પડી હતી કે એકાઉન્ટન્ટે .૫૬ કરોડ જેટલી માતબર રકમ તેના અને પરિવારજનોના ખાતામાં જમા કરાવી દીધી છે. જેના પગલે કંપનીના મેનેજર દ્વારા ડભોડા પોલીસ મથકમાં છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.  

સંદર્ભે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગીફટસીટીમાં ગીફટ- બિલ્ડીંગના ર૭માં માળે આવેલી એનએસઆઈ ઈન્ફીનીયમ ગ્લોબલ લીમીટેડ નામની કંપની છેલ્લા ચાર વર્ષથી અહીં કાર્યરત છે. જે કંપનીમાં એકાઉન્ટન્ટ હેડ તરીકે ચિંતન હેમંતકુમાર વ્યાસ રહે.સી-રપ, આમ્રકુંજ એપાર્ટમેન્ટ, ગુરૂકુળ રોડ, મેમનગર અમદાવાદ ફરજ બજાવતાં હતા. કંપની દ્વારા તમામ પ્રકારના નાણાં ચુકવવા માટે ચિંતન વ્યાસને અધિકૃત કરવામાં આવ્યા હતા અને કંપનીના એકાઉન્ટ પણ તે જોતાં હતા. કંપનીમાં વેન્ડરોને પણ રૂપિયા ચુકવવાની જવાબદારી ચિંતનના શીરે હતી. દરમ્યાનમાં ગત તા.૧૪ ઓગસ્ટ ર૦૧૯ના રોજ ચિંતન વ્યાસે નોકરી છોડી દીધી હતી. દરમ્યાનમાં જુન-ર૦૨૦માં કંપનીને સામાન મોકલતાં વેન્ડરોએ રૂપિયાની ઉઘરાણી કરી હતી. જેના પગલે કંપની દ્વારા તેમને પૈસા ચુકવી દેવાયા હોવાનું જણાવાયું હતું. પરંતુ વેન્ડરોએ કોઈ રૂપિયા મળ્યા નહીં હોવાનું કહયું હતું. જેથી કંપનીને કાંઈક ગોટાળો થયો હોવાનું જણાયું હતું. કંપની દ્વારા તપાસ કરવામાં આવતાં એકાઉન્ટન્ટ હેડ ચિંતન વ્યાસ દ્વારા છેતરપીંડી અને વિશ્વાસઘાત થયો હોવાનું જણાયું હતું. કેમકે ચિંતન વ્યાસ અને તેમના પરિવારના અન્ય ત્રણ જેટલા ખાતામાં અલગ અલગ સમયે કરોડ ૫૬ લાખ જેટલી માતબર રકમ વર્ષ ર૦૧૮થી મે-ર૦૧૯ સુધી ટ્રાન્સફર કરી લેવામાં આવી હતી. જેથી ચિંતન વ્યાસને ઓફીસે બોલાવી પુછપરછ કરતાં તેમણે રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાની કબુલાત કરી હતી અને રૂપિયા તા.૧ર જુન સુધીમાં જમા કરાવી દેશે તેવું સોગંદનામું પણ કરી આપ્યું હતું. ત્યારે કંપનીને હવે એવી શંકા છે કે ફાઈનાન્સિયલ ડેટા અને બેંકની વિગતો પણ તેમની પાસે હોવાથી તેનો દુરઉપયોગ કરી શકે છે જેના પગલે કંપનીના મેનેજર અમદાવાદ વેજલપુરમાં શાંતિનગરમાં રહેતા પંકિલ જીતેન્દ્રકુમાર ચોકસીએ ડભોડા પોલીસ મથકમાં ચિંતન હેમંતકુમાર વ્યાસ, એમ.એચ.વ્યાસ, હેમંત એચ.વ્યાસ અને જાનકી વ્યાસ સામે વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે

 

(11:12 am IST)