Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

ગાંધીનગરમાં સ્ટ્રોમ વોટરની કામગીરીથી સ્થાનિક રહીશોને હાલાકીનો સામનો કરવાની નોબત આવી

ગાંધીનગર:શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સ્ટ્રોમ વોટર લાઇનની કામગીરીની સ્થાનિક રહિશો હેરાન પરેશાન થઇ ગયા છે તો ચોમાસાની મોસમમાં માર્ગોની આસપાસ ખોદકામ કરાયા બાદ યોગ્ય રીતે પુરાણ કરવામાં નહીં આવતાં સામાન્ય વરસાદમાં પણ જમીન બેસી જવાથી મસમોટા ભુવા પડી રહ્યાં છે. ત્યારે હાલમાં સેક્ટર-૩માં સ્ટ્રોમ વોટરની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે જેના પગલે ઠેકઠેકાણે ખાડા પડી જવાથી અકસ્માતના ભયે અવર જવર કરી રહ્યાં છે.

સમગ્ર શહેરમાં તંત્ર દ્વારા અવાર નવાર પાઇપલાઇન નાંખવાની કામગીરી કરવામાં આવતી હોય છે. કામગીરી પુર્ણ થયા બાદ યોગ્ય રીતે પુરાણ નહીં કરાતાં દર વર્ષે ચોમાસાની મોસમમાં જમીનો બેસી જવાની ઘટના બનતી હોય છે ત્યારે ગાંધીનગરમાં છેલ્લા કેટલાય સમયથી વિવિધ વિસ્તારોમાંથી સ્ટ્રોમ વોટર લાઇનની કામગીરી ચાલી રહી છે. જેના પગલે સ્થાનિક વસાહતીઓ પણ ત્રાહિમામ પોરારી ઉઠયાં છે. હાલમાં વરસાદી સિઝન ચાલી રહી છે ત્યારે માર્ગોની આસપાસ ખોદકામ બાદ માટીનું પુરાણ યોગ્ય રીતે નહીં થતાં સામાન્ય વરસાદમાં પણ જમીનો પણ ઠેકઠેકાણે બેસી ગઇ છે. તેના પગલે મસમોટા ભુવા પડી ગયા છે. શહેરના સેક્ટર-, , , , , ૧૩ સહિત અન્ય વિસ્તારોમાં ચાલી રહેલી કામગીરીના પગલે વસાહતીઓને પણ હાડમારીનો સામનો કરવો પડે છે. તંત્ર દ્વારા ખોદકામ તો કરવામાં આવે છે પરંતુ પુરાણ બરાબર નહીં કરાતાં ભુવા પડી જવાથી માર્ગ ઉપરથી પસાર થતાં વાહનચાલકો તેમજ રાહદારીઓને પણ અકસ્માતનો ભોગ બનવું પડે છે. ત્યારે તંત્ર દ્વારા સેક્ટર-૩માં રીંગ રોડ ઉપર સ્ટ્રોમ વોટર લાઇનની કામગીરી શરૂ કરવામાં આવી છે.

(11:12 am IST)