Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

આણંદ નજીક ગામડી ગામે રાત્રીના સુમારે જુગાર રમતા શખ્સોને પકડવા ગયેલ એલસીબીની ટિમ પર ટોળાનો હિસંક હુમલો:એક જવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત

આણંદ:પાસેના ગામડી ગામે ત્રિકમનગર ખાતે ગઈકાલ રાત્રિના સુમારે જુગાર રમી રહેલ શખ્શો ઝડપી પાડવા માટે ગયેલ આણંદ એલસીબી પોલીસની ટીમ ઉપર ટોળાએ હિંસક હુમલો કરી એક જવાનને માથાના ભાગે ધારીયુ મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે આણંદ શહેર પોલીસે કુલ ૧૩ શખ્શો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આણંદ એલસીબી પોલીસની ટીમ ગઈકાલ રાત્રિના સુમારે પેટ્રોલીંગમાં નીકળી હતી. દરમ્યાન ગામડી ગામના ત્રિકમનગર ખાતે આવેલ કચ્છીવાસમાં કેટલાક શખ્શો પાનાપત્તાનો જુગાર રમી રહ્યા હોવાની ગુપ્ત બાતમી એલસીબી પોલીસને મળતા પોલીસની ટીમે બાતમીવાળા સ્થળે ઓચિંતો છાપો મારતા જુગાર રમતા શખ્શોમાં નાસભાગ મચી જવા પામી હતી. જો કે પોલીસે ઘટના સ્થળેથી ગોવિંદભાઈ કાંતિભાઈ ચાવડા અને અરૃણભાઈ રમેશભાઈ રાઠોડને ઝડપી પાડી તેઓની પાસેથી રોકડા તથા મોબાઈલ ફોન મળી કુલ્લે રૃા.૧૦,૫૬૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સમય દરમ્યાન આસપાસની ગલીઓમાંથી અલગ-અલગ શખ્શો ટોળે વળી હાથમાં ધારીયા, લાકડીઓ જેવા મારક હથિયારોથી સજ્જ થઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જુગાર રમતા પકડાયેલ બંને શખ્શોને છોડી મુકો તેવી માંગણી કરી પોલીસ સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. દરમ્યાન એલસીબી પોલીસના જવાનોએ પોતે પોલીસ હોવાની ઓળખ આપવા છતાં ટોળે વળેલ શખ્શોએ પોલીસ છે તો શું થઈ ગયું તેમ જણાવી મારામારી કરી હતી. દરમ્યાન શૈલેષ વાઘેલા નામના શખ્શે લોક રક્ષક જવાન બહાદુરભાઈને પકડી લીધો હતો અને નિશાંત ઉર્ફે વાંદરી ઉર્ફે બાદશાહ નામના શખ્શે પોતાની પાસેનું ધારીયા વડે માથાના ભાગે હુમલો કરતા તે લોહીલુહાણ થઈ ગયો હતો

(11:11 am IST)