Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

કરજણ તાલુકાના વેમાર ગામે પોલીસે બાતમીના આધારે મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

કરજણ:તાલુકાના વેમાર ગામે એક મકાનમાંથી પોલીસે દારૃનો જથ્થો ઝડપી પાડયો હતો જ્યારે દારૃનું વેચાણ કરતા માતા અને પુત્ર ફરાર થઇ જતા પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ વેમાર ગામે અલકાપુરી ફળિયામાં રહેતા શાંતાબેન અને તેનો પુત્ર ભરત દારૃનો ધંધો કરે છે તેમજ ઘરમાં દારૃ સંતાડયો છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ઘરમાં કોઇ વ્યક્તિ મળી ના હતી પરંતુ ઘરમાં તપાસ કરતા રસોડાના પ્લેટફોર્મ નીચે સંતાડેલી દારૃની ૩૯૬ બોટલો મળતા કબજે કરવામાં આવી હતી.પોલીસે અંગે ફરાર શાંતાબેન ભીખાભાઇ પાવા તેમજ તેના પુત્ર ભરત સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૃ કરી છે.

(11:09 am IST)