Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

વડોદરાના હરણી રોડ પર શ્રાવણીયો જુગાર રમતા 6જુગારીઓને ઝડપી પોલીસે 55700 જપ્ત કર્યા

વડોદરા: શહેરના હરણી રોડ પર શ્રાવણિયા જુગાર પર નજર રાખી રહેલી પોલીસે આજે હરણીરોડના રૃપમ સિનેમા નજીક આવેલા સૂર્યદિપ એપાર્ટમેન્ટના ત્રીજા માળે જુગાર રમતા જુગારીયાઓને ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જેજે પટેલની ટીમે ઝડપી પાડી રોકડા રૃા.૫૫૭૦૦,પાંચ મોબાઇલ અને બે સ્કૂટર કબજે કર્યા છે.પોલીસે પકડેલા જુગારીયાઓના નામો મુજબ છે.

દિનેશ જીવણલાલ વાળા રહે.સિટી એન્કલેવ સો., પોલો ગ્રાઉન્ડ પાસે મૂળ રહે.મુંબઇ (ધંધો કાર એસેસરિઝ). ભુપેન્દ્ર ખીમચંદ શાહ રહે.સુલતાન પુરા,દેસાઇનો ખાંચો (ધંધો-કાર એસેસરિઝ)જગદીશ શંકરલાલ પટેલ રહે.રામદેવનગર, માંજલપુર (ધંધો-મકાન દલાલ)કલ્પેશ મંગળભાઇ બારીયા રહે.સુલતાનપુરા,દેસાઇનો ખાંચો (ધંધો-મજૂરી)નિતીન હસમુખલાલ શાહ રહે.સુલતાન પુરા,દેસાઇનો ખાંચો (ધંધો- કાર એસેસરિઝ)તુષાર અનિલભાઇ કોઠારી રહે.ભાઇલાલ દાદાની ચાલી,આણંદ (ધંધો- કાર એસેસરિઝ).

(11:08 am IST)