Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

હોમ લોન અપાવવાના બ્હાને સુરતના કામદાર સાથે 6 લાખની ઠગાઈ...

સુરત: જહાંગીરપુરા ખાતે રહેતા સુરત મ્યુનિ.ના સફાઇ કામદારને હોમ લોન અપાવવાના બ્હાને ભેજાબાજોએ વોટ્સઅપ પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજરનો આઇ. કાર્ડ મોકલાવી વિશ્વાસ સંપાદન કરી્રૃ.6 લાખની હોમ લોન અપાવવાની લાલચ આપી પ્રોસેસ ચાર્જથી લઇ ટી.ડી. એસ સહિતના અલગ-અલગ ચાર્જના નામે રૃ.5.40 લાખ પડાવી લેવાયા હતા. આ ભેજાબાજો વિરૃધ્ધ સાઇબર ક્રાઇમ સેલમાં ફરિયાદ થઇ છે. જહાંગીરપુરા સ્થિત મહેન્દ્રપાર્ક એપાર્ટમેન્ટમાં રહેતો અને સુરત મ્યુનિ.ના વરાછા ઝોનનો સફાઇ કામદાર કિરીટ ભગવતી પટેલ (મૂળ રહે. દિહેણ ગામ, ઓલપાડ)એ હોમ લોન માટે ગુગલ પર સર્ચ કરી બજાજ કેપીટલ ફાયનાન્સનો મોબાઇલ નંબર મેળવ્યો હતો. આ મોબાઇલ પર સંર્પક કરતા અનસુમાન શાહ નામના વ્યકિત સાથે વાતચીત થઇ હતી અને તેણે કિરીટના ડોકયુમેન્ટસ વોટ્સઅપ પર મંગાવી્રૃ.6 લાખની લોન અપાવવાની લાલચ આપી હતી. પોતાનું ઘર ખરીદવા માટે છેલ્લા ઘણા સમયથી પ્રયત્ન કરી રહેલા કિરીટે અનસુમનના કહેવા મુજબ રૃ.5500 લોન પ્રોસેસ ચાર્જ જયપુર શાીનગરની પંજાબ નેશનલ બેંકમાં બજાજ કેપીટલ ફાયનાન્સના ખાતામાં જમા કરાવ્યા હતા. પ્રોસેસ ચાર્જ ભર્યાના ગણતરીના દિવસોમાં એ.એસ.જી આર.બી.આઇનો ટેકસ મેસેજ આવ્યો હતો કે, રૃ.6 લાખની લોનના એન.ઓ.સી પેટે રિફંડેબલ હોવાનું કહી રૃ.15500 ભરાવ્યા હતા. ત્યાર બાદ શંકા જતા કિરીટે અનસુમનનો આઇ.ડી પ્રુફની માંગણી કરતા તેણે વોટ્સઅપ પર પોતાનો આઇ. કાર્ડ મોકલાવ્યો હતો અને ત્યાર બાદ સ્ટેમ્પ પેપર પર 6 ટકા લેખે એગ્રીમેન્ટ પેટે્રૃ.36,000 ઓનલાઇન બેંક ઓફ ઇન્ડિયામાં ખુશબુ જગત નામના ખાતામાં જમા કરાવ્યા હતા. જો કે ત્યાર બાદ પણ કિરીટને શંકા જતા અનસુમન શાહે પોતાના સાહેબ નરેશકુમાર સાથે વાતચીત કરાવી હતી અને પોતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો મેનેજર હોવાનું કહી પોતાનો આઇ.કાર્ડ અને પાનકાર્ડ વોટ્સઅપ પર મોકલાવ્યા હતા. ત્યાર બાદ અનસુમન અને નરેશે તબક્કાવાર લોન, એન.ઓ.સી, 6 ટકા એગ્રીમેન્ટ ચાર્જ, આર.બી.આઇ ચલણ ડિપોઝીટ, જીએસટી, 4 ટકા માઇક્રોસીટી ચાર્જ, આર.બી.આઇ પુટ થ્રો ચાર્જ, પેનલ્ટી ચાર્જ, લોન સવસ ટેકસ, ટીડીએસ પેપર્સ ચાર્જ મળી કુલ રૃ.5.40 લાખની મત્તા ખુશબુ જગત ઉપરાંત બેંક ઓફ ઇન્ડિયામાં તુલતુલદાસ નામના જમા કરાવડાવી પડાવી લીધા હતા. ત્યાર બાદ પણ લોનની રકમ કિરીટને નહીં મળતા છેવટે પોતે ભરેલા પૈસાની માંગણી કરતા ભેજાબાજોએ લોન કેન્સલ કરાવવા માટે રૃ.1 લાખની માંગણી કરી વિશ્વાસઘાત કર્યો હતો. જે અંગે કિરીટ પટેલે છેવટે સાઇબર ક્રાઇમ સેલમાં અનસુમન અને નરેશ કુમાર વિરૃધ્ધ આઇ. ટી એકટ મુજબ ફરિયાદ નોંધાવી છે.

(5:18 pm IST)