Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

બનાસકાંઠામાં ભારે વરસાદથી સુઈગામ પંથકમાં વીજપોલ ધરાશાયી;વિઘુત તાર જમીન પર પટકાતા દુર્ઘટનાની ભીતિ

રાહદારીઓ અને ખેડૂતોને કરંટથી અકસ્માતની ભીતિ;આગળનો વીજ પુરવઠો ખોરવાયો

બનાસકાંઠામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘમહેર થઇ છેઆ દરમિયાન  સુઇગામ પંથકમાં બે દિવસથી વીજપોલ ધરાશાયી થતા જોખમ બન્યુ છે. તાર સાથે વીજપોલ જમીન પર તૂટી પડતા ખેડૂતોને દુર્ઘટના સંભાવના સતાવી રહી છે. સમગ્ર મામલે વીજ કંપની દ્વારા જોખમ સામે પણ નજર અંદાજ થયાના સવાલ બન્યા છે.

   બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને પગલે મૂળભૂત સેવાઓમાં વિક્ષેપ થયો છે. સુઇગામ તાલુકાના સોનેથ ગામે બે દિવસ અગાઉ વરસાદ દરમિયાન વીજ પોલ ધરાશાયી થયો છે. સોનેથ ગામથી ગુપ્તેશ્વર મહાદેવ જતી વીજલાઇન નો થાંભલો ધ્વસ્ત થતી વિધુત તાર જમીન સાથે ટકરાયા છે. જેનાથી પસાર થતા રાહદારીઓ અને ખેડૂતોને કરંટથી અકસ્માતની ભીતિ બની છે. વીજપોલ ધરાશાયી થતા આગળ જતો વીજ પુરવઠો પણ ખોરવાયો છે.

(2:13 pm IST)