Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

લાલીયાવાડી : રાજપીપળા મામલતદાર કચેરી બહાર વિજપોલ પરથી જીવંત વાયર તૂટી પડતા બેનો બચાવ

મામલતદારમાં જામીન માટે લઈ જવાતા બે આરોપીઓ કચેરીના ગેટ પરથી અંદર પ્રવેશ કરતા હતા ત્યારેજ આ ઘટના બની સદનસીબે બચાવ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં ઘણા વર્ષો થી વીજ કંપની દ્વારા કામગીરીમાં વેઠ ઉતારાતી હોવાનું જોવા મળી રહ્યું હોય આ બાબત ઉપરી અધિકારીઓ પણ જાણતા હોવા છતાં કોઈક કારણોસર સ્થાનિક અધિકારીઓને આ બાબતે યોગ્ય કામગીરી બાબતે કોઈજ નોટિસ કે ઠપકો અપાયો હોય એવું ક્યારેય સાંભળવા મળ્યું નથી ત્યારે દર વર્ષે ચોમાસા માં લાઈટો ની રામાયણ રહેતા લોકો હેરાન થઈ રહ્યા છે.

શનિવારે રાજપીપળા મામલતદાર કચેરી બહાર વીજ પોલ પર થી મામુલી વરસાદમાં બે જીવંત વાયરો તૂટી નીચે પડ્યા ત્યારે એજ સમયે પોલીસ જવાનો બે આરોપીઓ ને જામીન માટે અંદર લઈ જતા હતા જોકે સદનસીબે આ લોકોનો આબાદ બચાવ થયો હતો નહિ તો આ જીવંત વાયર તેમની ઉપર પડતે તો મોટી દુર્ઘટના ઘટી હોત. ત્યારે ચોમાસા પહેલા જ રાજપીપળા વીજ કંપની દ્વારા બે ત્રણ વખત વીજ પુરવઠો બંધ રાખી પ્રિમોન્સૂન કામગીરી કરાઈ હોય છતાં વારંવાર આવી ઘટના જોવા મળતા વીજ કંપની ની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા હતા

  .જાણવા મળ્યા મુજબ મામલતદાર કચેરી બહાર જ્યાં આ વાયર તૂટ્યો ત્યાં વૃક્ષો ની ડાળીઓ વાયરો ઉપર લટકતી હોય હવા ના કારણે આ ઘટના બની હશે ત્યારે સવાલ એ થાય કે પ્રિમોન્સૂન કામગીરી માં આખો દિવસ વીજળી બંધ રાખી વીજ કંપની એ શું ધાડ મારી હતી...?શુ લોકો ને હેરાન કરવા પ્રિમોન્સૂન ના નામે લાઈટો બંધ કરાઈ હતી...? ભરૂચ ,સુરત બેઠેલા બીજ કંપની ના ઉચ્ચ અધિકારીઓ આ બાબતે કડક પગલાં લઈ યોગ્ય કામગીરી કરાવે તેવી માંગ ઉઠી છે.

(5:59 pm IST)