Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

કાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી 3 આદર્શ નિવાસી કન્યાશાળા અને 5 ડૉ.બાબાસાહેબ આંબેડકર કુમાર છાત્રાલયના ઇ -લોકાર્પણ ગાંધીનગરથી કરશે.

વડોદરા જિલ્લામાં 1 તેમજ આણંદના બાકરોલમાં 1 એમ બે આદર્શ નિવાસી કન્યાશાળા સહીત ભવાનગરમાં મહુવા 1 છાત્રાલયનો સમાવેશ

અમદાવાદ : મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી સોમવારે 13 જુલાઈએ રાજ્યના અનુસૂચિત જાતિ અને વિકસતી  જાતિના વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે રહેવા જમવાની સુવિધા સરકાર દ્વારા વિના મૂલ્યે  ઉપલબ્ધ કરાવતા 3 આદર્શ નિવાસી કન્યાશાળા તેમજ 5  ડૉ.બાબા સાહેબ આંબેડકર કુમાર છાત્રાલયના ઇ -લોકાર્પણ ગાંધીનગરથી કરશે. રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા 61.75 કરોડ રૂપિયાના કુલ ખર્ચે આ નવા સંકુલો નિર્માણ પામ્યા છે

  મુખ્યમંત્રી આ ઇ- લોકાર્પણ અન્વયે અનુસૂચિત જાતિની દીકરીઓ માટે વડોદરા જિલ્લામાં 1 તેમજ આણંદના બાકરોલમાં 1 એમ બે આદર્શ નિવાસી કન્યાશાળા તથા નવસારીના જલાલપોરમાં વિકસતી જાતિઓની દીકરીઓના અભ્યાસ આવાસ માટે 1 આદર્શ નિવાસી કન્યાશાળા ખુલ્લી મૂકશે. રાજ્યના અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ સાથે એક પણ બાળક અભ્યાસથી વંચિત ન રહે તે માટે  સરકારી છાત્રાલય તેમજ આદર્શ નિવાસી શાળાની યોજના  સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ મારફતે શરૂ કરવામાં આવેલી છે
           વિજય ભાઈ રૂપાણી આ યોજના અંતર્ગત જે 5 ડો.બાબા સાહેબ આંબેડકર કુમાર છાત્રાલયના લોકાર્પણ સોમવારે કરવાના છે તેમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ગાંધીનગર જિલ્લામાં  1  અને આણંદના બાકરોલમાં એક પી.જી હોસ્ટેલ સહિત 4 અને ભાવનગરના મહુવામાં વિકસતી જાતિના છાત્રો માટે 1 છાત્રાલયનો સમાવેશ થાય છે. આ નવ નિર્મિત સંકુલોમાં 1200 વિદ્યાર્થી વિદ્યાર્થિનીને રહેવા જમવા અને અભ્યાસની સગવડ મળશે.
          રાજ્યમાં હાલ 61 આદર્શ નિવાસી શાળાઓ અને 143 સરકારી છાત્રાલયોમાં  અનુસૂચિત જાતિના 7002 અને વિકસતી જાતિના 7771 મળી સમગ્રતયા 14773 છાત્રો ને સરકાર વિના મૂલ્યે આવાસ અભ્યાસ અને ભોજન સુવિધા આપી રહી છે
, અનુસૂચિત જાતિ ,અનુસૂચિત જનજાતિ, વિકસતી જાતિ તેમજ આર્થિક રીતે પછાત વર્ગ ના વિદ્યાર્થીઓ એક જ છત નીચે રહીને અભ્યાસ કરી શકે તે હેતુસર  બનાવવામાં આવેલા 18 સમરસ છાત્રાલયો માં 12500 વિદ્યાર્થીઓ લાભ મેળવી રહ્યા છે

(5:38 pm IST)