Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

વડોદરાના નગરવાડામાં ફુગ્ગા અગિયારસની ઉજવણી વેળાએ ફુગ્ગા નહીં પથ્થરો ઉડ્યા :બે જૂથ આમનેસામને

બે જૂથ વચ્ચે પથ્થરમારો થતાં અફરાતફરીનો માહોલ

 

વડોદરામાં આજે ફૂગ્ગા અગિયારસની ઉજવણી વેળાએ ફૂગ્ગા મારવાની બાબતે મામલો બિચકતાં બે જૂથ વચ્ચે પથ્થર ફેંકાયા હતા  એક કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો થતાં અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. જો કે પોલીસે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. મામલે 8 લોકોની ધરપકડ કરી હતી.

  અંગે મળતી વિગત મુજબ વડોદરાના નગરવાડા ખાતે ફુગ્ગા અગિયારસની ઉજવણીમાં બે જૂથ એકબીજા પર ફુગ્ગાઓનો મારો ચલાવતા હતા ફુગ્ગાની મારામારીમાં બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. જોતજોતામાં બબાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ફુગ્ગાને બદલે બંને જૂથે એકબીજા પર પથ્થરમારો  શરૂ કરી દીધો હતો.

(12:18 am IST)