Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બોરસદમાં દરોડા પાડીને મેચ પર સટ્ટો રમાડનાર શખ્સને ઝડપી પાડ્યો

આણંદ: લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગઈકાલે બોરસદમા દરોડો પાડીને ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ક્રિકેટની સેમીફાઈનલ મેચ ઉપર સટ્ટો રમાડતાં આણંદના એક શખ્સને ઝડપી પાડીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

મળતી વિતો અનુસાર એલસીબી પોલીસે સરદારગંજ વિસ્તારમાં આવેલા જલારામ એન્ટરપ્રાઈઝ નામની પશુઆહારની દુકાન ધરાવતા જીગ્નેશકુમાર દશરથલાલ ઠક્કર (રે. ક્રિષ્ણા બંગલોઝ-૩, સાંગોડપુરા રોડ, આણંદ)ને ઝડપી પાડીને તેના મોબાઈલ ફોનની તપાસણી કરતાં તે ફોનમાં સ્માર્ટ એક્સચેન્જ નામની ક્રિકેટ સટ્ટાની એપ્લીકેશનનો ઉપયોગ કરીને ગ્રાહકોનો સંપર્ક કરી ક્રિકેટ મેચ ઉપર હારજીતનો સટ્ટો રમાડતો હોવાનું ખુલવા પામ્યું હતુ. પોલીસે મોબાઈલ તેમજ રોકડા મળીને કુલ ૧૫૬૭૦નો મુદ્દામાલ જપ્ત કરીને તેના વિરૂધ્ધ કાર્યવાહી હાથ ઘરી હતી. 
 

(5:13 pm IST)