Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

લઘુ ઉદ્યોગ-વેપારીને મિલકત ગીરો વિના જ લોનની સુવિધા

નાના વેપારીઓને પાંચથી ૭ દિનમાં લોન : કિનારા કેપિટલ દ્વારા ભારતની ૧૦૦મી શાખા શહેરમાં શરૂ : આવતા વર્ષ સુધી કિનારા કેપિટલ ૨૦ બ્રાંચ ખોલશે

અમદાવાદ, તા.૧૧ : હવે અમદાવાદ શહેર સહિત ગુજરાત રાજયમાં નાના વેપારીઓ, લઘુ ઉદ્યોગના કારોબારી અને નાના ઉદ્યોગ સાહસિકો માટે કોઇપણ પ્રકારની મિલ્કત ગીરો મૂકયા વિના કે કોઇ બેંક ગેરંટી કે જામીનખત આપ્યા વિના જ તેમના ધંધા-એકમના વિકાસ અને પ્રોત્સાહન માટે રૂ. બે લાખથી લઇ રૂ.૨૫ લાખ સુધીની લોન સરળતાથી મેળવી શકશે. અગ્રણી નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપની કિનારા કેપિટલે આ ક્રાંતિકારી પહેલ કરી નાના વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકોને આ તક પૂરી પાડી છે. ભારતમાં નાના કારોબારીઓને ધિરાણ આપતી કિનારા કેપિટલે આજે દેશમાં આજે તેની ૧૦૦મી શાખા અમદાવાદ શહેરમાં શરૂ કરી હતી અને આ સાથે છ રાજ્યોમાં તેની સેવાઓનું વિસ્તરણ કર્યું છે. આવતા વર્ષ સુધીમાં કિનારા કેપિટલ ગુજરાતમાં વધુ ૨૦ બ્રાંચો સ્થાપવાનું આયોજન ધરાવે છે એમ અત્રએ કિનારા કેપિટલના સ્થાપક અને સીઇઓ  હાર્દિકા શાહે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  કિનારા કેપિટલ કોઇપણ પ્રકારની મિલકતને જામીનગીરીમાં લીધા વગર રૂ.૨ લાખથી લઇ રૂ.૨૫ લાખ સુધીની રેન્જમાં નાના વેપારી એકમોને ઝડપી અને સુવિધાયુક્ત લોન માત્ર પાંચથી સાત દિવસમાં પૂરી પાડે છે. કંપનીની કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટઆશરે રૂ. ૭૦૦ કરોડ છે. ગુજરાતમાં કિનારા કેપિટલે સપ્ટેમ્બર ૨૦૧૭માં તેની પ્રથમ શાખા શરૂ કર્યા પછી લગભગ ૧૦૦૦ જેટલા નાના વેપારી એકમોને ધિરાણ પુરું પાડ્યું છે. કંપની હાલમાં ગુજરાતમાં આઠ શાખાઓ ધરાવે છે, જેમાં અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ભાવનગર, જામનગર, ઓઢવ, રાજકોટ, સુરત અને વડોદરાનો સમાવેશ થાય છે. માર્ચ ૨૦૨૦ સુધીમાં રાજ્યમાં તેની હાજરી બમણી કરવાની યોજના ધરાવે છે. કિનારા કેપિટલના સ્થાપક અને સીઇઓ હાર્દિકા શાહે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાત તેની ઉદ્યોગસાહસિકતાની ભાવનાને કારણે વિશ્વભરમાં પ્રસિધ્ધ છે. અમે મિલકત ગીરવે લીધા વિના ભરોસાપાત્ર મુડી પૂરી પાડીને નાના ઉદ્યોગ સાહસિકોને ટેકો આપવા અમારી પ્રતિબધ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ. ગુજરાતના નાના વેપારી એકમો વેપાર ધંધા માટે પરંપરાગત રીતે વ્ચક્તિગત અને ઔપચારિક લોન લેતા હોય છે, જો કે, તેઓ નોટબંધી અને જીએસટી નીતિઓને કારણે આવેલા પરિવર્તનની સાથે ઔપચારિક ધિરાણ લેતા થયા છે. અમે નાના વેપારી એકમો તેમની શરતોએ વ્યાપ વધારે તે માટે રાજ્યમાં અમારી હાજરી વધારવાનું ચાલુ રાખીશું. બ્રાન્ચ લોકેશન્સ પર કિનારાના અત્યંત તાલીમબધ્ધ સ્ટાફ મોટે ભાગે ઔપચારિક ધિરાણ માટે નવા સ્થાનિક, નાના વેપારી એકમોને મહત્વપૂર્ણ એવી લાસ્ટ-માઇલ સર્વિસ પૂરી પાડે છે. કિનારા કેપિટલના ફિલ્ડ રિપ્રેઝન્ટેટિવ ઉદ્યોગ સાહસિકોને કસ્ટમાઇઝ્ડ લેન્ડિંગ સોલ્યુશન્સની જાણકારી આપે છે અને તેમને લોનની પ્રક્રિયાના એક એક પગલાંમાં મદદ કરે છે. ટેકનોલોજી-સભર ડિજિટલ અભિગમ સાથે ગ્રાહકને વ્યક્તિગત સેવા આપવામાં આવે છે, જે નાના વેપારી એકમોને મૂલ્ય પ્રદાન કરે છે. આમાંના અનેક વેપારી એકમો જેમ જેમ વૃધ્ધિ કરી તેમ તેમ વધારાના ફન્ડની જરૂરિયાત માટે કિનારા કેપિટલ પાસે પાછા ફરે છે. કિનારા કેપિટલની સ્થાપના નાના ઉદ્યોગ સાહસો માટે સર્વસમાવેશી અર્થતંત્રનું નિર્માણ કરવાના ઇરાદાથી કરવામાં આવી હતી. કંપની માને છે કે સ્માર્ટ લેન્ડિંગ આર્થિક તકોનું સર્જન કરે છે, જે અનેક લોકોને આજીવીકા પૂરી પાડે છે. ૨૦૧૧માં સ્થાપના થઇ ત્યારથી કિનારા કેપિટલે ભારતમાં ૩૫૦૦૦ લોન દ્વારા રૂ.૧૨૦૦ કરોડથી વધુની લોન આપી છે, જેણે આવક અને નોકરીના સર્જન દ્વારા પાંચ લાખથી વધુ લોકોના જીવનને ઉજાળ્યા છે.

(9:15 pm IST)
  • પ૩૯પ શ્રદ્ધાળુઓનો નવો કાફલો રવાના કરાયો : અમરનાથ યાત્રામાં ૧.૪૪ લાખ શ્રદ્ધાળુએ દર્શન કર્યા : પહેલી જુલાઇના દિવસે અમરનાથ યાત્રા શરૂ કરવામાં આવ્યા બાદથી ૧૧ દિનમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા access_time 3:13 pm IST

  • આકાશમાં આફત :માંડ માંડ બચ્યો 284 લોકોનો જીવ : એયર કેનેડાની ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ :35 યાત્રીઓ ઘાયલ :એયર કેનેડાની ફ્લાઇટનું હોનોલુલુમાં ઇમરજન્સી લેન્ડિંગ :ટોરેન્ટોથી સિડની જતી ફ્લાઈટ AC 22માં ખરાબ હવામાનને કારણે લેન્ડિંગ ;:વિમાનમાં સવાર 35 લોકોને ઇજા access_time 12:50 am IST

  • એર કેનેડાની ૨૮૪ મુસાફરો સાથેની ફલાઈટનું હોનાલુલુમાં ઈમરજન્સી લેન્ડીંગઃ ૩૫ યાત્રીકો ઘાયલ : એયર કેનેડાની ફલાઈટનું ખરાબ હવામાનના કારણે ઈમરજન્સી લેન્ડિંગઃ ૩૫ યાત્રીઓ ઘાયલઃ એયર કેનેડાની ફલાઈટનું હોનોલુલુમાં ઈમરજન્સી લેન્ડિંગઃ ટોરેન્ટોથી સિડની જતી ફલાઈટ AC 22માં ખરાબ હવામાને કારણે લેન્ડિંગ access_time 3:23 pm IST