Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

અમદાવાદ :વરસાદમાં ફરી બ્રેકની પરિસ્થિતિ સર્જાઈ છે

અમદાવાદમાં વરસાદી ઝાપટાની તંત્રની આગાહી :મહત્તમ તાપમાન ૩૦.૮ અને લઘુત્તમ તાપમાન ૨૪.૮

અમદાવાદ,તા. ૧૨ :અમદાવાદ શહેરમાં વરસાદમાં ફરી એકવાર બ્રેકની સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાં વરસાદી ઝાપટા પણ પડ્યા નથી. જો કે, તંત્ર દ્વારા હળવા વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે. હાલમાં અમદાવાદ શહેરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા જેથી આશા જાગી હતી પરંતુ ફરી એકવાર વરસાદમાં બ્રેકની સ્થિતિ આવી ગઈ છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૦.૮ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૪.૮ ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ પણ વરસાદી માહોલ અકબંધ રહી શકે છે. અમદાવાદ માટેની આગાહીમાં આ મુજબની વાત કરવામાં આવી છે. એમ પણ જણાવવામાં આવ્યું છે કે, બાફની સ્થિતિ રહ્યા બાદ વરસાદથી તાપમાનમાં ઘટાડો થઇ શકે છે.    છેલ્લા કેટલાક દિવસથી વરસાદમાં બ્રેકની સ્થિતી હતી. અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી કરવામાં આવી હોવા છતાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ પડી રહ્યો ન હતો. જો કે હવે વરસાદની શરૂઆત થઇ છે. બાફની સ્થિતિ વચ્ચે ગરમીથી લોકો ફરીવાર પરેશાન થયેલા છે.  અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે ઝાપટા પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા અકબંધ રાખવામાં આવી હોવા છતાં  હાલમાં વરસાદ થઇ રહ્યો નથી. લોકો પણ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે. વરસાદી માહોલની મજા માણવા માટે લોકો ઉત્સુક છે. એકબાજુ મુંબઇમાં ભારે વરસાદથઇ રહ્યો છે ત્યારે અમદાવાદમાં ધીમી ગતિથી વરસાદ  પડી રહ્યો નથી. અપેક્ષા મુજબ વરસાદ હજુ પણ થયો નથી. ભારે બાફની સ્થિતિ છે. બીજી બાજુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનો દોર જારી રહ્યો છે જેના પરિણામ સ્વરુપ જનજીવન પર અસર થઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં અનેક જગ્યાઓએ નવ ઇંચથી વધુ વરસાદ થઇ ગયો છે. જેના લીધે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે.

(8:21 pm IST)